મેથ્યૂ હેડનનો દાવો, યુજવેન્દ્ર ચહલથી પણ વધુ ખતરનાક છે કુલદીપ યાદવ
કુલદીપ અને ચહલે વનડે અને ટી20માં વિશ્વના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોને પરેશાન કર્યાં છે.
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન મેથ્યૂ હેડનનું માનવું છે કે સેન વોર્નની જેમ ડ્રિફ્ટને કારણે કુલદીપ યાદવનો સામનો કરવો યુજવેન્દ્ર ચહલની તુલનામાં વધુ મુશ્કેલ છે. હેડને આ સાથે કહ્યું કે, આ બંન્ને ભારતીયોની જેમ કાંડાના સ્પિનર યોગ્ય બની રહ્યાં છે, કારણ કે આંગળીના સ્પિનરોમાં સાહસની કમી છે. કુલદીપ અને ચહલે નાના ફોર્મેટમાં વિશ્વના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોને પરેશાન કર્યાં છે.
તેના વિશે પૂછવા પર હેડને કહ્યું, લેગ સ્પિનર તમને વિકલ્પ અને વિવિધતા આપે છે. વિશેષ કરીને તમે કુલદીપને જુઓ તો તેનો મજબૂત પક્ષ તે નથી કે બોલને કેટલો સ્પિન કરાવી શકે છે પરંતુ તે છે કે તેનો બોલ શેન વોર્નના બોલની જેમ બેટ્સમેન સુધી પહોંચે છે.
પોતાના સર્વોચ્ચ સમય દરમિયાન હરભજન સિંહ અને અનિલ કુંબલે વિરુદ્ધ ઘણા સફળ રહેલા હેડનનું પરંતુ માનવું છે કે, ચહલનો સામનો કરી શકાય છે. તેણે કહ્યું, ચહલ અલગ પ્રકારનો બોલર છે, તે સ્ટમ્પ પર બોલિંગ કરે છે. તે સપાટ અને સીધો બોલ ફેંકે છે. તેને ડ્રિફ્ટ નથી મળતી. જો હું હોવ તો ચહલનો સામનો કરવાને પ્રાથમિકતા આપું કારણ કે તેને ડ્રિફ્ટ મળતી નથી.
NZ vs BDESH: માર્ટિન ક્રોનો રેકોર્ડ તોડ્યા બાદ રોસ ટેલરે માગી માફી
ઓસ્ટ્રેલિયા માટે 8000થી વધુ ટેસ્ટ અને 6000થી વધુ વનડે રન બનાવનાર હેડને નિર્ધારિત ઓવરના ફોર્મેટમાં વધુ સફળ ન થવાના સંદર્ભમાં કહ્યું, ઓફ સ્પિનરોએ બેટ્સમેનોને રોકવાની કળા શીખી લીધી હતી જે કારણે તે નિશ્ચિત સમય સુધી હાવી રહ્યાં હતા. તેણે કહ્યું, હવે ખેલાડી ઓફ સ્પિનરોના સપાલ બોલોથી ટેવાય ગયા છે. ઓફ સ્પિનર ગતિમાં વિવિધતા લાવવાની કળા ભૂલી ગયા છે.
હેડને આ માટે નાગપુરમાં બીજી વનડે આંતરરાષ્ટ્રીય મેચમાં નાથન લાયનનું ઉદાહરણ આપ્યું અને આ ઓફ સ્પિનરના બંન્ને સ્પેલની તુલના કરી હતી. તેમણે કહ્યું, તેના બીજા સ્પેલ દરમિયાન ગતિ 80 થી 82 કિમી પ્રતિ કલાકની આસપાસ હતી જે પ્રથમ સ્પેલમાં 90થી 92 કિમી પ્રતિ કલાક હતા. તેમાં સ્પષ્ટ રીતે 10 કિમી પ્રતિ કલાકનો ઘટાડો હતો. અચાનક તેને રમવાનું મુશ્કેલ થઈ ગયું હતું.
પંતે મોહાલીમાં કરી ત્રણ ભૂલ, દર્શકોને યાદ આવ્યો ધોની
હેડનને તેમાં કોઈ શંકા નથી કે બોલરોએ જો સફળ થવું હોય તો તેણે સીમિત ઓવરોના ક્રિકેટમાં આ પ્રકારનું સાહદ દેખાડવું પડશે. તેણે કહ્યું, તેની સાથે સાહસનો મુદ્દો હોય છે જ્યારે તે રન આપવા ઈચ્છતા નથી. ટેસ્ટ મેચોમાં તે રન રોકવાની જગ્યાએ વિકેટ લેનારા બની જાય છે. આ અંતર છે.
હેડનને ખુશી છે કે, ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન કેદાર જાધવને અલગ લાઇન અને લેન્થની સાથે બોલિંગ કરવા માટે મજબૂર કરવામાં સફળ રહ્યાં છે. આ કામચલાઉ સ્પિનર વિરુદ્ધ રાંચીમાં એરોન ફિન્ચ જ્યારે મોહાલીમાં ઉસ્માન ખ્વાજા અને પીટર હૈંડ્સકોમ્બે મોટા શોટ્સ રમ્યા હતા.