મેથ્યૂ હેડનની ભવિષ્યવાણી, કહ્યું- આ ટીમ બનશે IPL 2022 ની ચેમ્પિયન
ઈન્ડિયન પ્રીમિયર લીગ-2022ની શરૂઆત થઈ ગઈ છે. આ વચ્ચે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટરે મોટી ભવિષ્યવાણી કરી છે.
મુંબઈઃ આઈપીએલની 15મી સીઝન જેમ-જેમ આગળ વધી રહી છે, ફેન્સનો રોમાંચ પણ વધી રહ્યો છે. પૂર્વ ક્રિકેટર પોતાના અનુભવ પ્રમાણે અનુમાન વ્યક્ત કરી રહ્યાં છે. આ વચ્ચે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર મેથ્યૂ હેડને વર્તમાન સીઝનમાં કઈ ટીમ ચેમ્પિયન બનશે તેની ભવિષ્યવાણી કરી છે.
ચેન્નઈ સુપર કિંગ્સ જીતશે ટાઈટલઃ હેડન
પૂર્વ દિગ્ગજ બેટર મેથ્યૂ હેડનનું માનવુ છે કે ચાર વખતની આઈપીએલ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંત્સ નેતૃત્વમાં પરિવર્તન છતાં આઈપીએલ 2022માં ટાઇટલ ડિફેન્ડ કરવામાં સક્ષમ છે. ચેન્નઈએ પોતાની પ્રથમ મેચમાં કોલકત્તા સામે છ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ચેન્નઈના બેટરો અને બોલરો પ્રથમ મેચમાં ફ્લોપ રહ્યાં હતા.
આ પણ વાંચોઃ IPL: જીત બાદ પણ ખુશ નહી RCB ના કેપ્ટન ડુ પ્લેસિસ, ટીમની જાહેરમાં ઝાટકણી કાઢી
પોઈન્ટ ટેબલમાં ખાતુ ખોલાવવા માટે ઉતરશે ચેન્નઈ
રવીન્દ્ર જાડેજાની આગેવાનીવાળી ટીમ ગુરૂવારે લખનઉ સુપર જાયન્ટ્સની સાથે બ્રેબોર્ડન સ્ટેડિયમમાં ટકરાશે ત્યારે તેની નજર પ્રથમ જીત હાસિલ કરવા પર હશે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર હેડને કહ્યુ કે, સીએસકે કેકેઆર વિરુદ્ધ પોતાની શરૂઆતી મેચમાં હારથી નિરાશ હશે નહીં.
રવીન્દ્ર જાડેજાની આગાવાનીવાળી ટીમ માટે ઘણી સારી વાતો હતો. ચેન્નઈના ટોપ ઓર્ડર બેટર પ્રથમ મેચમાં ચાલી શક્યા નહીં, પરંતુ તેની પાસે ઘણો અનુભવ છે. મને વિશ્વાસ છે કે આ ટીમ આગામી મેચમાં વાપસી કરશે. હેડને કહ્યુ- પ્રથમ મેચમાં મોઇન અલી બહાર રહ્યો પરંતુ તે બીજી મેચમાં વાપસી કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube