નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના પ્રતિભાશાળી ખેલાડી મયંક અગ્રવાલે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ટેસ્ટમાં પર્દાપણ કર્યું હતું. આ સિરીઝમાં તેણે સારૂ પ્રદર્શન કર્યું હતું. મયંકને ઘણા લાંબા સમય બાદ ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું છે. તેણે ટીમમાં સ્થાન મળતા પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો. મયંકને શાનદાર પ્રદર્શન કરવાનો એક મોટો ફાયદો થયો છે. તેની સાથે ટાયર કંપની સીએટ લિમિટેડે કરાર કર્યો છે. મહત્વનું વાત છે કે, મયંક ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં સ્ટીકર વગરના બેટ સાથે મેદાનમાં ઉતર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીએટ સાથે જોડાયા બાદ મયંક હવે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સીએટના લોગોવાળા બેટ સાથે જોવા મળશે. મયંક પહેલા રોહિત શર્મા, અંજ્કિય રહાણે, ઇશાન કિશન, શુભમન ગિલ અને મહિલા ક્રિકેટ ટીમની ટી20 કેપ્ટન હરમનપ્રીત કૌર પણ સીએટ સાથે જોડાયેલા છે. 


વર્ષ 2010માં અન્ડર-19 વિશ્વકપમાં ભારત માટે સર્વોચ્ચ સ્કોરર રહેલા મયંકે 2017-2018 રણજી સીઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે તેણે સીઝન દરમિયાન 1000થી વધુ રન બનાવ્યા હતા. મયંકે હાલમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટમાં પર્દાપણ કરતા પ્રથમ મેચમાં 76 રન બનાવ્યા હતા.


ન્યૂઝીલેન્ડથી પરત આવતા પુત્રી સમાયરા સાથે રમતો જોવા મળ્યો રોહિત, VIDEO વાયરલ

સીએટના મેનેજિંગ ડિરેક્ટર અનંત ગોયનકાએ કહ્યું, સીએટ બ્રાન્ડનું પ્રતિનિધિત્વ કરવા માટે એક પ્રતિભાશાળી ક્રિકેટર મયંક અગ્રવાલ સાથે જોડાઈને અમે ખુશ છીએ. અમારૂ માનવું છે કે, મયંકમાં ભારતીય ક્રિકેટમાં એક મોટા ખેલાડી બનવાના તમામ ગુણો છે. અમે તેને શુભેચ્છા આપીએ છીએ અને સીએટ પરિવારમાં તેનું સ્વાગત છે.