મુંબઈઃ ભારતને તે સમયે મોટો ઝટકો લાગ્યો જ્યારે સીમિત ઓવરોમાં વાઇસ કેપ્ટન રોહિત શર્મા માઉન્ટ માઉંગાનુઈમાં પાંચમી અને અંતિમ ટી20 આંતરરાષ્ટ્રીય દરમિયાન ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. પગમાં ઈજાને કારણે રોહિત શર્મા સોમવારે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ આગામી વનડે અને ટેસ્ટ સિરીઝમાંથી પણ બહાર થઈ ગયો હતો. તેના સ્થાને વનડે ટીમમાં મયંક અગ્રવાલને સામેલ કરવામાં આવ્યો છે, તો બોર્ડે આ સાથે બે મેચોની ટેસ્ટ સિરીઝ માટે પણ ટીમની જાહેરાત કરી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ મંગળવારે પોતાના નિવેદનમાં કહ્યું કે, રોહિત શર્માને રવિવારે રમાયેલી 5મી ટી20 દરમિયાન પગમાં ઈજા થઈ હતી. હેમિલ્ડનમાં સોમવારે તેનો એમઆરઆઈ કરવામાં આવ્યો હતો. તે વનડે અને ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. તેની સારવાર નેશનલ ક્રિકેટ એકેડમીમાં થશે. તેના સ્થાને વનડેમાં મયંક અગ્રવાલને સામેલ કરવામાં આવ્યો છે, જ્યારે બે ટેસ્ટ મેચોની સિરીઝ માટે પણ ટીમની જાહેરાત કરવામાં આવી છે. 


પૃથ્વી-રાહુલની સાથે ત્રીજા ઓપનરની ભૂમિકામાં મયંક
મયંક અગ્રવાલ વનડે ટીમમાં રોહિતના સ્થાને લોકેશ રાહુલ અને પૃથ્વી શોની સાથે ત્રીજો ઓપનિંગ બેટ્સમેન હશે. સફેદ બોલ ક્રિકેટમાં અગ્રવાલની પસંદગી તાર્કિક નિર્ણય છે કારણ કે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ સિરીઝ દરમિયાન જ્યારે શિખર ધવન ઈજાને કારણે બહાર થઈ ગયો હતો તો તેને રિઝર્વ ઓપનિંગ બેટ્સમેનની ભૂમિકા નિભાવી હતી. ટેસ્ટ ટીમમાં રોહિતની ગેરહાજરીમાં રાહુલ અને પૃથ્વી શોની સાથે શુભમન ગિલ ત્રીજો ઓપનિંગ બેટ્સમેન હશે. 


ટેસ્ટ ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), મયંક અગ્રવાલ, પૃથ્વી શો, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, અંજ્કિય રહાણે (વાઇસ કેપ્ટન), હનુમા વિહારી, રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), રિષભ પંત (વિકેટકીપર), નવદીપ સૈની, ઇશાંત શર્મા (જો ફિટ થાય તો).


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર