વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપઃ સેમિફાઇનલમાં પહોંચી મેરી કોમ, આઠમો મેડલ પાક્કો
વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં મેરી કોમે કોલંબિયાની વૈલેંસિયાને 5-0થી હરાવીને આઠમો મેડલ પાક્કો કરી લીધો છે. 51 કિલો ભાર વર્ગમાં તે સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. તેણે રિયો ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતાને હરાવી છે.
ઉલાન ઉદે (રૂસ): છ વખતની ચેમ્પિયન એમસી મેરી કોમ (51 કિલો)એ ગુરૂવારે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં પહોંચીને અહીં પોતાનો આઠમો મેડલ પાક્કો કરી લીધો છે. આ ચેમ્પિયન બોક્સરે ક્વાર્ટર ફાઇનલમાં રિયો ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલિસ્ટ કોલંબિયાની ઇનગ્રિટ વૈલેંસિયાને 5-0થી પરાજય આપ્યો હતો. મેરી કોમ 51 કિલો વર્ગમાં પ્રથમ મેડલ મેળવવાના પ્રયત્નમાં લાગી છે.
48 કિલોગ્રામ ભારવર્ગમાં છ વખત વિશ્વ ચેમ્પિયન રહી ચુકેલી મેરીનો આ 51 કિલો ભારવર્ગમાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પ્રથમ મેડલ હશે. પરંતુ એ આ ભારવર્ગમાં 2014 એશિયન ગેમ્સમાં ગોલ્ડ અને 2018 એશિયમ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતી ચુકી છે. સાથે મેરીએ આ ભાર વર્ગમાં લંડન ઓલિમ્પિક-2012મા બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
મેરી કોમે શરૂઆત સારી કરી અને અંતર બનાવી રાખતા જમણા ગ્લવ્સનો ઉપયોગ કર્યો હતો. સાથે તે ડાબા હાથથી પણ હુક લગાવી રહી હતી. અંતમાં બંન્ને ખેલાડી આક્રમક થઈ ગઈ હતી. બીજા રાઉન્ડમાં બંન્ને બોક્સરોએ સારૂ કર્યું, પરંતુ મેરી પોતાની વિપક્ષી કરતા થોડી આગળ રહી હતી.તે ઇંગોટ પાસે આવતા હુકનો સારો ઉપયોગ કરી રહી હતી અને તે ઇંગોટ પર હાવી થઈ રહી હતી. ત્રીજા રાઉન્ડમાં મેરીએ આમ જ કર્યું અને જીત પોતાના નામે કરી હતી.
મેરી સિવાય આ ચેમ્પિયનશિપમાં ભારતની જમુના બોરાએ પણ બુધવારે 54 કિલો વર્ગમાં ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. જમુનાએ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવા માટે 5મા ક્રમાંકિત અલ્જીરિયાની ઓયૂદાદ સાફોઉને 5-0થી પરાજય આપ્યો હતો.
જમુના સિવાય ભારતની લોવલિના બોરગોહૈન પર પણ દેશની નજર રહેશે. બોરગોહૈને 69 કિલો ભાર વર્ગમાં મોરક્કોની ઔમાયમા બેલ હબીબને 5-0થી પરાજય આપ્યો હતો. લોવલિના બોરગોહૈને પાછલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો.