ઓવરથ્રો નિયમોની સમીક્ષા કરી શકે છે એમસીસી
વિશ્વ કપ ફાઇનલમાં ગુપ્ટિલનો થ્રો બેન સ્ટોક્સના બેટ પર લાગીને બાઉન્ડ્રી બહાર પહોંચી ગયો હતો.
લંડનઃ ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી આઈસીસી વિશ્વ કપ-2019ની ફાઇનલમાં થયેલા 'ઓવરથ્રો' વિવાદ બાદ ક્રિકેટના નિયમનું સંરક્ષણ કરતી મેરિલબોન ક્રિકેટ ક્લબ (એમસીસી) આ નિયમની સમીક્ષા કરી શકે છે. 'ધ સંડે ટાઇમ્સ'ના રિપોર્ટ પ્રમાણે, 'એમસીસીમાં એક વિચાર છે કે જ્યારે આગામી વખતે રમતના નિયમોની સમીક્ષા થાય તો ઓવરથ્રોના નિયમ પર ધ્યાન આપવામાં આવે, જે તેની ઉપ-સમિચિની જવાબદારી છે.'
ફાઇનલમાં ઈંગ્લેન્ડને અંતિમ ઓવરમાં ઓવરથ્રોના 6 રન મળ્યા હતા. માર્ટિન ગુપ્ટિલનો થ્રો બેન સ્ટોક્સના બેટ પર લાગીને બાઉન્ડ્રી બહાર જતો રહ્યો હતો. ઈંગ્લેન્ડે મેચ ટાઈ કરાવી અને પછી સુપર ઓવર પણ ટાઈ થયા બાદ બાઉન્ડ્રીની ગણતરી કરવામાં આવી અને ઈંગ્લેન્ડ ચેમ્પિયન બન્યું હતું.
શ્રીલંકાના કુમાર ધર્મસેના અને દક્ષિણ આફ્રિકાના મારિયાસ ઇરાસમુસ મેદાની અંમ્પાયર હતા જેણે ઈંગ્લેન્ડને છ રન આપ્યા હતા. પરંતુ આઈસીસીના પૂર્વ આંતરરાષ્ટ્રીય અમ્પાયર સાઇમન ટફેલે કહ્યું હતું કે આ ખુબ ખરાબ નિર્ણય હતો. તેને (ઈંગ્લેન્ડ) પાંચ રન આપવાના હતા, છ રન નહીં. આ ઘટના મેચની અંતિમ ઓવરમાં બની હતી.
ધોનીનો મોટો નિર્ણય- આગામી બે મહિના ટીમ ઈન્ડિયા નહીં, સૈનિકો સાથે રહેશે
ટીવી રીપ્લેમાં સ્પષ્ટ દેખાયું કે આદિલ રાશિદ અને બેન સ્ટોક્સે ત્યારે બીજો રન પૂરો કર્યો નહતો જ્યારે ગુપ્ટિલે થ્રો કર્યો હતો. પરંતુ મેદાની અમ્પાયર કુમાર ધર્મસેના અને મારિયાસ ઇરાસમુસે ઈંગ્લેન્ડના ખાતામાં 6 રન જોડી દીધા હતા. ચાર રન બાઉન્ડ્રી તથા 2 રન જે બેટ્સમેનોએ દોડીને લીધા હતા.