CWG 2022: કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ભારતને બોક્સિંગ બાદ હવે એથલેટિક્સમાં ગોલ્ડ- સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મળ્યા છે. હવે ટ્રિપલ જમ્પમાં ભારતીય પ્લેયર્સે ઇતિહાસ રચ્યો છે. ભારત માટે ખુશીની વાત એ છે કે, આ ઇવેન્ટમાં ગોલ્ડ અને સિલ્વર બંને મેડલ ભારતીય પ્લેયર્સના નામે રહ્યા છે. ભારતના એલ્ડહાસ પોલ અને અબ્દુલ્લાએ શરૂઆતના બે સ્થાનોમાં જગ્યા બનાવી છે. જોકે ભારતને અત્યાર સુધી રેસલિંગમાં સૌથી વધારે મેડલ મળ્યા છે. શનિવારના પણ રવિ દહિયા, વિનેશ ફોગાટ, નવીન કુમારે તેમની શાનદાર રમત દેખાડી હતી.


ટ્રિપલ જમ્પમાં ગોલ્ડ અને સિલ્વર
ભારતી ટીમે વધુ એક ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. મેન્સ ટ્રિપલ જમ્પમાં એલ્ડહોસ પોલે 17.03 મીટરનો બેસ્ટ જમ્પ મારી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. આ ઇવેન્ટમાં ભારતને સિલ્વર મેડલ પણ મળ્યો છે. અબ્દુલ્લા અબુબકરે 17.02 મીરટનો શ્રેષ્ઠ જમ્પ મારતા જ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube