માન્ચેસ્ટરઃ કેટલાક લોકો માટે ક્રિકેટનું મહત્વ શું છે, તેને સમજવું સામાન્ય માનવી માટે શક્ય નથી. કંઇક આવો છે માથુર પરિવા, જે ક્રિકેટ વિશ્વ કપમાં પોતાની ટીમને સમર્થન કરવા માટે રોડ યાત્રા કરીને સિંગાપુરથી ઈંગ્લેન્ડ પહોંચ્યો છે. ત્રણ પેઢીના આ પરિવારે પોતાના સફરની શરૂઆત તે દિવસે કરી હતી, જ્યારે વિશ્વ કપ શરૂ થયો હતો. આશરે 14000 માઇલની સફર, 17 દેશો અને બે મહાદ્વીપોથી પસાર થતા માથુર પરિવાર સિંગાપુરથી ઈંગ્લેન્ડ પહોંચ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશ્વ કપમાં પોતાની ટીમનું સમર્થન કરવા પહોંચેલા માથુર પરિવારના સભ્યો આશા કરી રહ્યાં છે કે, તેમની આ સફર ભારતના વિશ્વ ચેમ્પિયન બનવાની સાથે 14 જુલાઈએ લોર્ડ્સમાં સમાપ્ત થશે. આ પરિવારમાં ત્રણ વર્ષની અવ્યાથી 67 વર્ષના દાદા અખિલેશ સુધી સામેલ છે. આ પરિવાર સાત સીટવાળી કારથી 28 મેએ સિંગાપુરથી રવાના થયો હતો અને ગુરૂવારે લંડન પહોંચ્યા હતા. પરિવારે ભારતીય ટીમને શનિવારે શ્રીલંકા સામે મળેલી જીતની મજા માણી હતી. સીધી ફ્લાઇટ લેવાની જગ્યાએ તોફાન અને બરફમાં સાત સપ્તાહની સફર કરવાનું કારણ જણાવતા બે બાળકોના પિતા અનુપમે કહ્યું કે, અમે વિચાર્યું કે અમારે ભારતનું સમર્થન કરવા જવું જોઈએ. 


વિમાન દ્વારા યાત્રા કરવી સરળ હતી, પરંતુ અમે વિચાર્યું કે, દેશ માટે કંઇક ખાસ કરવું છે અને બધા મળીને કરીએ. આ સફરમાં અનુપમના માતા-પિતા અખિલેશ અને અંજના, છ વર્ષનો પુત્ર અવિવ, 34 વર્ષની પત્ની અદિતિ અને પુત્રી અવ્યા સામેલ છે. આ પ્રથમવાર નથી કે અનુપમે કારના માધ્યમથી સફર કરવાનો નિર્ણય કર્યો હોય. આ પહેલા તે આશરે 60000 માઇલ (96000 કીમી)ની સફરમાં 36 દેશનું ભ્રમણ કરી ચુક્યા છે. 


હેડિંગ્સેમાં જ્યારે શ્રીલંકાએ ભારતને હરાવ્યું તો આ પરિવારની ખુશીનું કોઈ ઠેકાણું નહતું અને ત્યારબાદ તે માન્ચેસ્ટર પહોંચ્યા. અહીં તેમણે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ નિહાળી હતી. અનુપમે કહ્યું કે, અમે સિંગાપુરથી મલેશિયા, થાઇલેન્ડ, લાઓસ, ચીન, કિર્ગિસ્તાન, ઉઝ્બેકિસ્તાન, કઝાખિસ્તાન, રૂસ, ફિનલેન્ડ, સ્વીડન, ડેનમાર્ક, જર્મની, નેધરલેન્ડ, બેલ્જિયમ, ફ્રાન્સની સફર કરીને ઈંગ્લેન્ડ પહોંચ્યા છીએ. અમારે હજુ સ્કોટલેન્ડ, વેલ્સ, નોર્દન આયર્લેન્ડ અને રિપબ્કિલ ઓફ આયર્લેન્ડ પણ જવાનું છે. 

આ કુલ 22000 કિલોમીટરની સફર થઈ જશે. અનુપમનો પરિવાર ચેન્નઈ સાથે સંબંધ રાખે છે પરંતુ છેલ્લા 14 વર્ષથી તે સિંગાપુરમાં રહે છે અને કામ કરે છે. પરિવારે પોતાની યાત્રા દરમિયાન જરૂરીયાતનો તમામ સામાન સાથે રાખ્યો છે, જેમાં 17 બેગ સામેલ છે. અનુપમ કહે છે કે આ જીવનમાં એકવાર થનારી યાત્રા છે જે તમારા જીવમાં પરિવર્તન લાવી શકે છે. અમારી પાસે 17 બેગ છે અને ભારતીય એમ્બેસીએ અમારી યાત્રા શરૂ થવાના સમયે અમને 18મી બેગ માટે પણ જગ્યા બનાવી રાખવા માટે કહ્યું હતું, જેથી અમે તેમાં વિશ્વકપની ટ્રોફી લાવી શકીએ.