નવી દિલ્હીઃ આઈસીસીની ક્રિકેટ સમિતિ 4 દિવસની ટેસ્ટ મેચને લઈને ચર્ચા કરશે. પરંતુ તે વાતની સંભાવના છે કે બીસીસીઆઈ તેના પર રાજી થશે નહીં. ભારતીય ક્રિકેટ બોર્ડે આ બેઠકમાં કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીની સાથે જવાનો નિર્ણય કર્યો છે. આ બંન્ને પહેલા જ ચાર દિવસની ટેસ્ટ મેચના વિચારનો વિરોધ કરી ચુક્યા છે. કોચ અને કેપ્ટન સ્પષ્ટ પણે કહી ચુક્યા છે કે ટેસ્ટ ક્રિકેટને પરંપરાગત બનાવી રાખવાના પક્ષમાં છે અને તે નથી ઈચ્છતા કે પાંચ દિવસથી ઘટાડીને ચાર દિવસ કરી દેવામાં આવે. બંન્નેએ આશંકા વ્યક્ત કરી કે જો આ ફોર્મેટ સાથે છેડછાડ કરવામાં આવી તો તે તેની ઓળખ ગુમાવી દેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું કે, બીસીસીઆઈ 12 જાન્યુઆરીએ મુંબઆમાં યોજાનારા બોર્ડના એવોર્ડ સમારોહ દરમિયાન ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) અને ઈંગ્લેન્ડ તથા વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) સાથે તેના પર જરૂર ચર્ચા કરશે. પરંતુ બોર્ડ સ્પષ્ટ પણે કેપ્ટન અને કોચના સમર્થનમાં છે. અધિકારીએ કહ્યું, 'જુઓ, તે યોગ્ય છે કે તમે આ મુદ્દા પર સીએ, ઈસીબી અને ક્રિકેટ દક્ષિણ આફ્રિકા સાથે વાત કરો, અમે અમે તેમ કરીશું. પરંતુ આ સમયે જે રીતે વસ્તુ જોવામાં આવી રહી છે, અમે કેપ્ટન અને કોચની સાથે ઉભા છીએ અને ટેસ્ટ મેચને પાંચ દિવસથી ચાર દિવસ કરવામાં અમને કોઈ તર્ક જોવા મળતો નથી.'


તેમણે કહ્યું, 'આ માત્ર અમારા કેપ્ટન અને કોચ તેનો વિરોધ કરી રહ્યાં નથી. તમે ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટ, આફ્રિકાના કેપ્ટન ડુ પ્લેસિસના પણ આ મુદ્દે નિવેદન સાંભળવ્યા હશે. આ નિચલા રેન્ક વાળી ટીમો માટે એક વિકલ્પ હોઈ શકે છે, પરંતુ ચોક્કસપણે મોટી ટીમો માટે નહીં. પરંપરા સાથે છેડછાડ ન કરવી જોઈએ.'


IND vs SL 3rd T20I: નવા વર્ષમાં પ્રથમ શ્રેણી વિજયના ઈદારાથી ઉતરશે ટીમ ઈન્ડિયા


કોહલીએ ગુવાહાટીમાં શ્રીલંકા વિરુદ્ધ રમાયેલી પ્રથમ ટી20 મેચની પૂર્વ સંધ્યા પર સંસાદદાતા સંમેલનમાં ચાર દિવસની ટેસ્ટ મેચનો વિરોધ કર્યો હતો. કોહલીએ કહ્યું હતું, 'તમે ટેસ્ટ ક્રિકેટમાં વધુમાં વધુ ડે-નાઇટ ટેસ્ટનો ફેરફાર કરી શકો છો. તમે પછી માત્ર આંકડા અને નંબરની વાત કરી રહ્યાં છો. મને નથી લાગતું કે આ ઇરાદો યોગ્ય હશે, કારણ કે ત્યારબાદ તમે ત્રણ દિવસની ટેસ્ટ મેચની વાત કરવા લાગશો. ત્યારબાદ તમે ટેસ્ટ ક્રિકેટને ખતમ કરવાની વાત કરશો.'


વિરાટ કોહલી સિવાય રિકી પોન્ટિંગ, માહેલા જયવર્ધને, નાથન લિયોન, શોએબ અખ્તર જેવા અનેક ક્રિકેટરોએ પણ ચાર દિવસીય ટેસ્ટનો વિરોધ કર્યો છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર