મુંબઈ: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ઈન્ડિયન પ્રીમિયર લીગ માટે બ્લુ પ્રિન્ટ તૈયાર કરી લીધી છે. બે નવી ફ્રેન્ચાઈઝી, ખેલાડીઓને રાખવા,એક મેગા ઓક્શન, સેલરી પર્સમાં વધારો, મીડિયા અધિકાર માટે નવું ટેન્ડર બહાર પાડવું- વગેરે કંઈક એવા કામ છે જે ઓગસ્ટ 2021થી લઈને જાન્યુઆરી 2022ની વચ્ચે કરવાના છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IPLમાં વધુ બે નવી ટીમ આવશે:
ક્રિકેટ બોર્ડે આખરે બે નવી ફ્રેન્ચાઈઝીનો સમાવેશ કરવાનું મન બનાવી લીધું છે. તેના ટેન્ડર ઓગસ્ટના મધ્યમાં બહાર પાડવામાં આવશે. અને જરૂરી તપાસ પછી ઓક્ટોબરના મધ્યમાં હરાજી કરવામાં આવશે. આ સમયે UAEમાં IPLનો બીજો તબક્કો ચાલી રહ્યો હશે.


અદાણી-ગોયન્કા છે રેસમાં:
કોલકાતાના આરપી-સંજીવ ગોયન્કા, અદાણી ગ્રૂપ જેનું હેડક્વાર્ટર અમદાવાદમાં છે. હૈદરાબાદના ઓરબિંદો ફાર્મા લિમિટેડ અને ગુજરાતથી ઓપરેટ થનારું ટોરેન્ટ ગ્રૂપ નવી ફ્રેન્ચાઈઝી માટે દિલચશ્પી બતાવી રહ્યું છે. તે સિવાય અનેક કંપનીઓ પણ ટીમ ઉતારવા માટે જોર લગાવી રહ્યા છે.


આ પણ વાંચોઃ Tokyo Olympics 2021: મેરી કોમ અને મનપ્રીત સિંહ ઉદ્ઘાટન સમારોહમાં ભારતના ધ્વજવાહક હશે


સેલરી પર્સમાં વધારો:
BCCI તેના માટે સેલરી પર્સને 85 કરોડથી વધારીને 90 કરોડ રૂપિયા કરવા જઈ રહ્યું છે. તેનો અર્થ એ થયો કે બધા એટલે 10 ફ્રેન્ચાઈઝીના પર્સમાં કુલ 50 કરોડ રૂપિયા વધારે આવશે. ફ્રેન્ચાઈઝીએ પર્સમાંથી ઓછામાં ઓછા 75 ટકા ખર્ચ કરવાનો રહેશે. આગામી ત્રણ વર્ષમાં પર્સને 90 કરોડથી 95 કરોડ રૂપિયા સુધી પહોંચાડવામાં આવશે. અને તેના પછી 2024માં તે 100 કરોડ રૂપિયા હશે.


રિટેઈન ખેલાડીઓને લઈને પણ નિયમ:
ખેલાડીઓને રિટેઈન કરવાની રણનીતિ પણ ફાઈનલ થઈ ગઈ છે. દરેક ફ્રેન્ચાઈઝીને ચાર ખેલાડી રિટેઈન કરી શકશે. જોકે તેના માટે કેટલીક શરતો રહેશે. તે ત્રણ ભારતીય અને એક વિદેશી ખેલાડીને રિટેઈન કરી શકશે અથવા બે ભારતીય અને બે વિદેશી ખેલાડીને રિટઈન કરી શકશે. ફ્રેન્ચાઈઝીના પર્સમાં પણ રિટેઈન કરવામાં આવેલ ખેલાડીઓના પૈસા હરાજીમાં જતાં પહેલાં કપાઈ જશે. હાલના માળખામાં સેલરીમાં ઘટાડાની ફોર્મ્યૂલા પણ તૈયાર છે. જો ત્રણ ખેલાડીને રિટેઈન કરવામાં આવે છે તો ક્રમશ: 15 કરોડ, 11 કરોડ અને 7 કરોડ રૂપિયા કપાશે. જો બે ખેલાડીઓને રિટેઈન કરવામાં આવશે તો 12.5 કરોડ અને 8.5 કરોડ રૂપિયા કપાશે અને જો એક જ ખેલાડીને રિટેઈન કરવામાં આવશે તો પર્સમાંથી 12.5 કરોડ રૂપિયા જ કપાશે. સેલરી પર્સમાં 5 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. તેનાથી BCCI ફ્રેન્ચાઈઝીને વધારેમાં વધારે 4 ખેલાડીઓને રિટેઈન કરવાની પરવાનગી આપે છે. આ માળખામાં આગળ જતાં ફેરફાર થઈ શકે છે.


વધારે ખેલાડી જોવા મળશે હરાજીમાં:
કેટલાંક ખેલાડી એવા પણ હોઈ શકે છે જે રિટેઈન થવાની જગ્યાએ પૂલમાં જવાનું પસંદ કરશે. તેની જગ્યાએ સેલરી પર્સમાં વધારો અને બે નવી ટીમના જોડાવાથી થઈ શકે છે. નવી ટીમ આવવાથી પ્રતિભાશાળી ખેલાડીઓની માગ વધી શકે છે. ત્યારે તેટલાંક મોટા ભારતીય ક્રિકેટરોના નામ હરાજીમાં જોવા મળી શકે છે.


આ પણ વાંચોઃ Hockey: પકોડી વેચનાર પિતાની દીકરી બની હોકીની ઈન્ટરનેશનલ ખેલાડી, જાણો સફળતાનું રહસ્ય


પ્રસારણ અધિકારથી મોટી કમાણીની આશા:
BCCI મીડિયા અધિકારને લઈને મોટી યોજના બનાવી રહ્યું છે. 2021ના અંતમાં તેના પર કામ થઈ શકે છે. IPL 2023માં IPLની ઝડપથી શરૂઆત થઈ શકે છે. BCCIને 10થી વધારે ટીમની વચ્ચે 90થી વધારે મેચનું આયોજન કરવાનું રહેશે. બોર્ડ અને ઈન્ડસ્ટ્રીને મીડિયા અધિકારોના ભાવમાં ઓછામાં ઓછો 25 ટકાનો વધારો થવાની આશા છે. કોરોના વાયરસ મહામારી દરમિયાન OTT પર દર્શકોની સંખ્યામાં ઘણો વધારો થયો છે. પ્રસારણ અધિકારોમાં આ વાતનું પણ ઘણું ધ્યાન રાખવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube