Mehsana News તેજસ દવે/મહેસાણા : ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમ વખત એક સાથે 5 નન્હે ક્રિકેટ ખેલાડીઓની પસંદગી થઈ છે. મહેસાણાના 5 ખેલાડીને બરોડા ક્રિકેટ એસોસીએશનની અંડર 14 ટીમમાં સ્થાન મળ્યું છે. આ તમામ ખેલાડીઓને મહેસાણા નોર્થ કલબ દ્વારા તાલીમ અપાઈ હતી. આ નન્હે ક્રિકેટર્સ હવે અંડર 14 વેસ્ટ ઝોન ટુર્નામેન્ટ રમશે. મહેસાણાનો આયુષ પ્રજાપતિ, જૈનમ પટેલ, ક્રિવ પટેલ, વેદ કૃણાલભાઈ પટેલ અને વેદ કૌશિકભાઈ પટેલની બરોડા ટીમમાં પસંદગી થઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્રિકેટ રસિક બાળકો માટે ક્રિકેટ ટ્રેનિંગ મહેસાણામાં પેહલા મેળવી મુશ્કેલ હતી. મહેસાણામાં થોડા વર્ષ અગાઉ ક્રિકેટ તાલીમની શરૂઆત થતા હવે મહેસાણાના ક્રિકેટ રસિક ખેલાડી બાળકોને પણ હવે પોતાનો શોખ અને પોતાની આવડત બતાવવાનો મોકો મળ્યો છે. મહેસાણાના 5 ક્રિકેટ ખેલાડીને બરોડા ક્રિકેટ એસોસીએશનની અંડર 14 ટીમમાં સ્થાન મળ્યું છે. જેમની ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમ વખત એક સાથે 5 ખેલાડીની પસંદગી કરાઈ છે. અને એ પણ એક જ તાલીમ કેન્દ્ર પરથી. 


આ તમામ ખેલાડીઓને મહેસાણા નોર્થ કલબ દ્વારા તાલીમ અપાઈ હતી. આ ખેલાડીઓની પસંદગી થઈ એ મહેસાણા માટે ગર્વની વાત છે. આ ખેલાડીઓ હવે અંડર 14 વેસ્ટ ઝોનમાં મુંબઈ, ગુજરાત, સૌરાષ્ટ્ અને બરોડા ટીમ વચ્ચે ટુર્નામેન્ટમાં રમશે. રાજકોટ ખાતે યોજાનાર ટુર્નામેન્ટમાં આ પાંચેય ખેલાડીઓ ક્રિકેટ રમશે તેવું તેમના કોચ જીતેન્દ્ર સથવારાએ જણાવ્યું.