એશિયન ગેમ્સ 2018નો છઠ્ઠો દિવસ ભારત માટે સારો જઈ રહ્યો છે. પહેલા દુષ્યંત ચૌહાણે બ્રોન્ઝ મેડલ જીત્યો ત્યારબાદ રોહિતકુમાર અને ભગવાન દાસે પણ બ્રોન્ઝ જીત્યો અને હવે રોવર દત્તુ ભોકાનલ, ઓમ પ્રકાશ અને સુખમીતે ભારતને આ રોઈંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ અપાવ્યો છે. ભારતીય ટીમે ફાઈનલમાં 6 મિનિટ અને 17.13 સેકન્ડનો સમય લીધો અને પ્રથમ સ્થાન મેળવ્યું. આ સ્પર્ધાનો સિલ્વર મેડલ ઈન્ડોનેશિયા, અને બ્રોન્ઝ થાઈલેન્ડને ફાળે ગયો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

18માં એશિયન ગેમ્સ રમતોત્સવનો આજે છઠ્ઠો દિવસ છે. ભારતના ફાળે અત્યાર સુધીમાં 21 પદકો આવ્યાં છે. જેમાં 5 ગોલ્ડ, 4 સિલ્વર અને 12 બ્રોન્ઝ મેડલ સામેલ છે. મેડલ ટેલીમાં ભારતનો ક્રમ 9મો છે. 


અત્રે જણાવવાનું કે ભારતીય નૌકાયન દળ માટે એશિયન ગેમ્સમાં પાંચમો દિવસ ખુબ નિરાશાજનક રહ્યો. જેમાં તેઓ પુરુષ સિંગલ સ્કલ્સ અને ડબલ સ્કલ્સ જેવી સ્પર્ધાઓમાં ચાર પદકોથી ચૂકી ગયાં. સ્વર્ણ પદકના પ્રબળ દાવેદાર દત્તુ ભોકાનલથી સૌથી વધુ નિરાશા થઈ કારણ કે સિંગલ સ્કલ્સ ફાઈનલમાં તેઓ છઠ્ઠા અને અંતિમ સ્થાને રહ્યાં. તેમણે 8 મિનિટ 28.56 સેકન્ડનો સમય લીધો. તેઓ આ ખેલ અગાઉ સાત મિનિટનો સમય લેતા હતાં. 



તેમણે રેસની વચ્ચે જ જીતની આશા છોડી દીધી જેનાથી મુખ્ય કોચ ઈસ્માઈલ બેગ ખુબ નિરાશ હતાં. ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ ક્રમશ ચીન, કોરિયા અને જાપાને જીત્યાં. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે બે કિમીની રેસમાં શું  ખોટું થઈ ગયું તો ભોકાનલે કહ્યું કે હું કોઈ બહાનું બનાવવા માંગતો નથી. તે મારી યોજના મુજબ થયું નહીં. હજુ મારી એક વધુ સ્પર્ધા બાકી છે. 


ડબલ સ્કલ્સમાં પણ નિરાશા મળી. જેમાં સ્વર્ણ સિંહ અને ઓમ પ્રકાશ સ્વર્ણ પદક જીતવાના સૌથી પ્રબળ દાવેદાર ગણાતા હતાં. 


સ્વર્ણે 2014માં સિંગલ સ્કલ્સમાં બ્રોન્ઝ જીત્યો હતો તેમણે અને પ્રકાશે 1000 મીટરમાં 1.3 સેકન્ડથી લીડ મેળવી હતી. 


પરંતુ ઉઝબેકિસ્તાન, ચીન અને થાઈલેન્ડે પોતાનું પ્રદર્શન સુધારતા ભારતીયોને અંતિમ 150 મીટરમાં પછાડી દીધા અને તેઓ ચોથા સ્થાને રહ્યાં. સ્વર્ણ અને પ્રકાશ બ્રોન્ઝ મેડલથી એક સેકન્ડ જ પાછળ રહ્યા ંહતાં. જ્યારે મલકીત સિંહ અને ગુરિન્દર સિંહ પુરુષ પેયરમાં જાપાનથી ખુબ ઓછા અંતરે બ્રોન્ઝથી ચૂક્યાં.