Asia Cup 2022: એશિયા કપનો કાર્યક્રમ જાહેર, 28 ઓગસ્ટે દુબઈમાં ભારત-પાક વચ્ચે ટક્કર
Asia Cup 2022: 28 ઓગસ્ટે ફરી દુબઈના મેદાન પર ભારત અને પાકિસ્તાન વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ દ્વારા એશિયા કપનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે.
દુબઈઃ યુએઈમાં 27 ઓગસ્ટથી શરૂ થતા એશિયા કપ-2022નો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. એશિયા કપ આ વર્ષે ટી20 ફોર્મેટમાં રમાશે. ટૂર્નામેન્ટની શરૂઆત 27 ઓગસ્ટે થશે અને ફાઈનલ 11 સપ્ટેમ્બરે રમાશે. આ ટૂર્નામેન્ટમાં 28 ઓગસ્ટે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે. ટૂર્નામેન્ટમાં કુલ છ ટીમ ભાગ લેવાની છે. જેમાંથી પાંચ ટીમ ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફગાનિસ્તાન છે. જ્યારે એક ક્વોલિફાયર ટીમ સામેલ થશે.
ભારત-પાકિસ્તાન વચ્ચે 28 ઓગસ્ટે ટક્કર
એશિયન ક્રિકેટ કાઉન્સિલ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ પ્રમાણે પ્રથમ મેચ શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે. જ્યારે બીજી મેચ 28 ઓગસ્ટે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાવાની છે. તો ટૂર્નામેન્ટની ફાઇનલ 11 સપ્ટેમ્બરે રમાશે. ટૂર્નામેન્ટની તમામ મેચનું આયોજન દુબઈ અને શારજાહમાં થશે.
PHOTO: ચહલનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક, પત્ની ધનશ્રી સાથેની પ્રાઇવેટ ચેટ થઈ ગઈ વાયરલ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube