ICC Men`s FTP `23-`27: આઈસીસીએ જાહેર કર્યો 5 વર્ષનો કાર્યક્રમ, 173 ટેસ્ટ, 281 વનડે અને 323 ટી20 મેચ રમાશે
ICC Men`s FTP `23-`27 વચ્ચે થનાર ફ્યૂચર ટૂર પ્રોગ્રામની જાહેરાત કરી દીધી છે. આ કેલેન્ડરની ખાસ વાત છે કે આ વખતે ટેસ્ટ મેચોની સંખ્યાને વધારવામાં આવી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા બે વખત ટેસ્ટ સિરીઝ રમશે.
નવી દિલ્હીઃ આઈસીસી મેન્સ ક્રિકેટ માટે 2023-27 વચ્ચે ફ્યૂચર ટૂર પ્રોગ્રામની જાહેરાત કરી દીધી છે. આ કાર્યક્રમમાં દ્વિપક્ષીય સિરીઝ સિવાય આઈસીસી ઇવેન્ટને પણ સામેલ કરવામાં આવી છે. આ કેલેન્ડરમાં આઈસીસીના 12 ફુટ ટાઇમ મેમ્બર કુલ 777 આંતરરાષ્ટ્રીય મેચ રમશે, જે પાછલી ટૂરની તુલનામાં વધુ છે. તેમાં 173 ટેસ્ટ, 281 વનડે અને 323 ટી20 મેચ સામેલ છે. આ કેલેન્ડરની ખાસ વાત છે કે તેમાં બોર્ડર-ગાવસ્કર મેચોની સિરીઝના બે સેટ્સ છે.
મેન્સ ફ્યૂચર ટૂર પ્રોગ્રામની ખાસ વાતો
- પાછલા પ્રોગ્રામની તુલનામાં વધુ મેચ રમાશે.
- વધુ સંખ્યામાં રમાશે ટેસ્ટ મેચ
- ઈંગ્લેન્ડ 22, ઓસ્ટ્રેલિયા 21 અને ભારત 20 ટેસ્ટ મેચ રમશે.
- આ કેલેન્ડરમાં રમાશે 5 મોટી આઈસીસી ઈવેન્ટ.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube