hockey world cupનો આજથી પ્રારંભ, 43 વર્ષ બાદ વર્લ્ડ કપમાં મેડલ જીતવાની આશા સાથે ઉતરશે ટીમ ઈન્ડિયા
ભારતે પ્રથમ અને અંતિમવાર 1975માં વિશ્વકપ જીત્યો હતો. આ વખતે ભારતના ગ્રુપમાં બેલ્જિયમ, કેનેડા અને સાઉથ આફ્રિકાની ટીમો છે.
ભુવનેશ્વરઃ આત્મવિશ્વાસથી ભરપૂર ભારતીય હોકી ટીમ ખચાખચ ભરેલા કલિંગા સ્ટેડિયમમાં દર્શકોના શાનદાર પ્રોત્સાહન વચ્ચે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ આજે મેદાનમાં ઉતરશે તો તેનો ઈરાદો વિશ્વકપમાં 43 વર્ષથી મેડલ ન જીતવાના દુષ્કાળને પૂરો કરવાનો હશે. આઠ વખતની ઓલંમ્પિક ચેમ્પિયન ભારતીય ટીમે 1975માં એકમાત્ર વિશ્વકપ જીત્યો હતો ત્યારે અજીત પાલ સિંહ અને તેની ટીમે ઇતિહાસ રચી દીધો હતો.
પૂલ સીના મુકાબલામાં યજમાન ભારત બુધવારે પોતાના અભિયાનનો પ્રારંભ કરશે. ત્યારબાદ એશિયન ધુરંદર ભારતીય ટીમ નેધરલેન્ડ, જર્મની અને ઓસ્ટ્રેલિયાના સ્તર સુદી પહોંચવામાં અસફળ રહી. છેલ્લા ચાર દાયકાથી યૂપોપીય ટીમોએ વિશ્વ હોકી પર દબદબો બનાવી રાખ્યો છે. ભારતે 1975 બાદ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન મુંબઈમાં 1992માં યોજાયેલા વિશ્વકપમાં કહ્યું જ્યાં તે પાંચમાં સ્થાને રહ્યું હતું.
હોકી વર્લ્ડ કપઃ શાહરૂખ, માધુરી અને રહેમાને ઓપનિંગ સેરેમનીમાં આપી પ્રસ્તુતિ
છેલ્લા 43 વર્ષથી વિશ્વકપનો કોઈ મેડલ ભારતના ખાતામાં આવ્યો નથી. વિશ્વ રેન્કિંમગાં પાંચમાં સ્થાન પર રહેલ ભારત આ વખતે મેડલ જીતીને આ ખામીને પૂરી કરવાનો પ્રયત્ન કરશે. ભારતની રાહ એટલી આસાન પણ નથી, કારણ કે, તેની સામે પૂર્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડ, જર્ની અને ઓલંમ્પિક ચેમ્પિયન આર્જેન્ટીના જેવી ટીમોનો પડકાર મળશે. આ સિવાય સારા પ્રદર્શનની અપેક્ષાઓનો પણ ભારે દબાવ હરેન્દ્ર સિંહની ટીમ પર રહેશે.
2010માં દિલ્હીમાં યોજાયેલા વિશ્વકપમાં ભારત આઠમાં સ્થાન પર રહ્યું હતું. અત્યાર સુધી નવ દેશોએ વિશ્વ કપની યજમાની કરી છે જેનું પ્રદર્શન પોતાની યજમાનીમાં સારૂ રહ્યું નથી. બે વર્ષ પહેલા લખનઉમાં જૂનિયર ટીમને વિશ્વ કપ અપાવનાર કોચ હરેન્દ્ર એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ ન જીતવાને કારણે દબાવમાં છે. તેમના માટે આ કરો યા મરોની ટૂર્નામેન્ટ છે અને સારૂ પ્રદર્શન ન કરવા પર તેમની નોકરી જઈ શકે છે.
હોકી વિશ્વકપ 2018- જાણો સંપૂર્ણ કાર્યક્રમ
હરેન્દ્રએ કહ્યું, 'એશિયન ગેમ્સના સેમિ ફાઇનલમાં મલેશિયા સામે મળેલા પરાજયના દબાવમાંથી અમે બહાર આવી ગયા છીએ.' ખેલાડી આક્રમક હોકી રમી રહ્યાં છે અને સારૂ પરિણામ આપી શકે છે. તે માટે અમારે દરેક મેચની રણનીતિ બનાવવી પડશે. પોતાના દેશ માટે રમવું તેને અમે દબાવના રૂપમાં નહીં પરંતુ પ્રેરણાના રૂપમાં લઈશું.
હરેન્દ્રએ વિશ્વ કપ વિજેતા જૂનિયર ટીમના સાત ખેલાડીઓને હાલન ટીમમાં રાખ્યા છે જ્યારે કેપ્ટન મનપ્રીત સિંહ, પીઆર શ્રીજેશ, આકાશદીપ સિંહ અને બીરેન્દ્ર લાકડા પણ ટીમમાં છે. ડ્રૈહ ફ્લિકર રૂપિન્દર પાલ સિંહને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો છે જ્યારે સ્ટ્રાઇકર એસ વી સુનીલને ફિટનેસના કારણે બહાર રાખવામાં આવ્યો છે.
Hockey World Cup: જાણો અત્યાર સુધી કેવી રહી છે ભારતની સફર
16 દેશોની આ ટૂર્નામેન્ટમાં ભારત, સાઉથ આફ્રિકા, બેલ્જિયમ અને કેનેડા સાથે પૂલ સીમાં છે. વિશ્વની ત્રીજા નંબરની ટીમ બેલ્જિયમથી ભારતે સતર્ક રહેવાની જરૂર છે જ્યારે સાઉથ આફ્રિકાની રેન્કિંગ 15 અને કેનેડાની 11 છે. બેલ્જિયમ વિરુદ્ધ મેચ પૂલ સ્ટેજમાં મોટો પડકાર હશે જેમાં જીતીને ભારત સીધું ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવવા ઈચ્છશે જેથી ક્રોસઓવર ન રમવો પડે. બેલ્જિયમનો સામનો 2 ડિસેમ્બર અને કેનેડાનો સામનો 8 ડિસેમ્બરે થશે.
સોળ વર્ષ બાદ વિશ્વકપમાં સોળ ટીમો છે જેને ચાર-ચાર પૂલમાં વહેંચવામાં આવી છે. દરેક ટીમની ટોપની ટીમ ક્વાર્ટર ફાઇનલમાં રમશે જ્યારે બીજા અને ત્રીજા સ્થાનની ટીમો ક્રોસઓવર રમીને અંતિમ આઠમાં સ્થાન બનાવસે. પ્રથમ દિવસે બીજા મેચમાં બેલ્જિયમનો સામનો કેનેડા સામે થશે.