નવી દિલ્હીઃ ચેન્નઈ સુપર કિંગ્સની જેમ મુંબઈ ઈન્ડિયન્સે ત્રણ વખત આઈપીએલનું ટાઇટલ પોતાના નામે કર્યું છે. 2013, 2015 અને 2017માં ચેમ્પિયન બનનારી મુંબઈની ટીમ માટે ગત સિજન ખરાબ રહી હતી અને આ કારણે ટીમે આ સિઝનમાં કેટલાક ફેરફાર કર્યા છે. મુંબઈ આશા કરશે કે તે આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કરતા ચોથી વખત આઈપીએલનું ટાઇટલ પોતાના નામે કરવામાં સફળ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઈ ઈન્ડિયન્સ ટીમ રોસ્ટર
રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ, ક્રુણાલ પંડ્યા, ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ, મયંક માર્કંડેય, રાહુલ ચહર, અનુકૂલ રોય, સિદ્ધેશ લાડ, આદિત્ય તારે, ક્વિન્ટન ડી કોક, એવિન લુઇસ, કિરોન પોલાર્ડ, બેન કટિંગ, મિચેલ મૈક્લેનેઘન, એડન મિલ્ટન, જેસન બેહરેનડોર્ફ, યુવરાજ સિંહ, અનમોતપ્રીત સિંહ, લસિથ મલિંગા, બરિન્દર સરન, પંકજ જૈસવાલ, રસિખ ડાર અને જયંત યાદવ. 


ટીમ માલિકઃ મુકેશ અંબાણી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ


મુંબઈ ઈન્ડિયન્સનું સંપૂર્ણ વિશ્લેષણ
ટીમની તાકાતઃ મુંબઈ ઈન્ડિયન્સ ટીમની તાકાત તેની બેટિંગ અને અંતિમ ઓવરોની બોલિંગ છે. બેટિંગમાં ટીમની પાસે રોહિત શર્મા, ક્વિન્ટન ડિ કોક, સૂર્યકુમાર યાદવ, યુવરાજ સિંહ જેવા બેટ્સમેનો છે. આ સિવાય મોટા શોટ્સ માટે હાર્દિક પંડ્યા, ક્રુણાલ પંડ્યા, કિરોન પોલાર્ડ અને બેન કટિંગ જેવા ખેલાડીઓ પણ છે. તો બોલિંગમાં મુંબઈની પાસે જસપ્રીત બુમરાહ અને લસિથ મલિંગાના રૂપમાં વિશ્વ સ્તરીય બોલર છે. 


ટીમની નબળાઈઃ મુંબઈની ટીમનો મધ્યમક્રમ આમ તો મજબૂત નજર આવી રહ્યો છે અને તેમાં મોટા નામ પણ સામેલ છે. પરંતુ હાલનું ફોર્મ જોતા ટીમ માટે આ માથાનો દુખાવો બની શકે છે. ગત સિઝનમાં રોહિતે મધ્યમક્રમમમાં બેટિંગ કરી હતી. મુંબઈએ આ વર્ષે યુવરાજને ખરીદ્યો છે, જેનું ફોર્મ ખાસ રહ્યું નથી. 


ટીમની પાસે તકઃ યુવરાજ સિંહ પોતાને સાબિત કરવા માટે આનાથી સારો માહોલ ન મળી શકે અને તે સારૂ પ્રદર્શન કરીને ટીમના નિર્ણયને યોગ્ય સાબિત કરવા પ્રયાસ કરશે. આ સિવાય સૂર્યકુમાર યાદવ અને ઇશાન કિશન જેવા ખેલાડીોની પાસે પણ સારૂ કરવાની તક હશે, જેના પર ટીમને આટલો વિશ્વાસ છે. 


ટીમ માટે ખતરોઃ મુંબઈ ઈન્ડિયન્સ માટે સૌથી મોટો ખતરો ખેલાડીઓનું ફોર્મ રહેશે, જે ગત સિઝનમાં ટીમને બહાર થવાનું મુખ્ય કારણ પણ રહ્યું હતું. ટીમની પાસે ખેલાડીઓના વિકલ્પ એટલા નથી, જે મુખ્ય ખેલાડીની જગ્યા લઈ શકે. 


મુંબઈ ઈન્ડિયન્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા, ક્વિન્ટન ડિ કોક, સૂર્યાકુમાર યાદવ, યુવરાજ સિંહ, હાર્દિક પંડ્યા, ક્રુણાલ પંડ્યા, બેન કટિંગ, મિચેલ મૈક્લેનાઘન, જેસન બેહરેનડોર્ફ, જસપ્રીત બુમરાહ અને મયંક માર્કડેય. 


મુંબઈ ઈન્ડિયન્સનો કાર્યક્રમ આ પ્રકારે છે
1. મુંબઈ vs દિલ્હી (24 માર્ચ, રાત્રે 8 કલાકે મુંબઈ)


2. મુંબઈ vs બેંગલોર (28 માર્ચ, રાત્રે 8 કલાકે બેંગલોર)


3. મુંબઈ vs પંજાબ (30 માર્ચ, સાંજે 4 કલાકે મોહાલી)


4. મુંબઈ vs ચેન્નઈ (3 એપ્રિલ, રાત્રે 8 કલાકે મુંબઈ)