IPL 2020: ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા જ `હિટમેન` રોહિત શર્માનો હુંકાર
તમામ ઉતાર-ચઢાવ બાદ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2020 (IPL 2020)ની શરૂઆત આજથી (19 સપ્ટેમ્બર)થી થવા જઇ રહી છે. આ વર્ષની આઈપીએલ 2020ની પ્રથમ મેચ મુંબઇ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ (MI Vs CSK)ની વચ્ચે આજે અબુ ધાબીના મેદાન પર રમાશે
નવી દિલ્હી: તમામ ઉતાર-ચઢાવ બાદ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2020 (IPL 2020)ની શરૂઆત આજથી (19 સપ્ટેમ્બર)થી થવા જઇ રહી છે. આ વર્ષની આઈપીએલ 2020ની પ્રથમ મેચ મુંબઇ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ (MI Vs CSK)ની વચ્ચે આજે અબુ ધાબીના મેદાન પર રમાશે. આઈપીએલની આ ઓપનિંગ મેચ પહેલા મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)એ હુંકાર ભર્યો છે અને આ શંખનાદ કર્યો છે કે, તે આગામી આઇપીએલ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
આ પણ વાંચો:- ઈંગ્લેન્ડનો આ સ્ટાર બોલર કોરોનાથી સંક્રમિત, ટી20 ટૂર્નામેન્ટમાંથી થયો બહાર
તૈયારી પૂર્ણ, હવે તેનો અમલ કરવાની વારો- રોહિત શર્મા
આઈપીએલ ઇતિહાસના સૌથી સફળ કેપ્ટનોમાંથી એક રોહિત શર્મા કોરોના કાળના કારણે ઘણાં લાંબા સમયથી એકપણ ક્રિકેટ મેચ રમી શક્યો નથી. એવામાં ક્રિકેટર તરીકે રોહિત આઈપીએલ 2020 દરમિયાન ચેન્નાઈ સુપરકિંગ્સની સામે યોજાનાર ઉદ્ઘાટન મેચને લઇને ઘણો ઉત્સાહિ છે. રોહિત શર્માએ થોડીવાર પહેલા તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે.
ICC ODI Rankings: વિરાટ-રોહિતનો દબદબો યથાવત, ઈંગ્લેન્ડના ખેલાડીઓને થયો મોટો ફાયદો
હિટમેન રોહિત શર્માની આ ફોટો મુંબઇ ઇન્ડિયન્સ (Mumbai Indians)ના પ્રેક્ટિસ સેશન દરમિયાનની છે, જેમાં રોહિત નેટ્સમાં ખુબ જ પ્રક્ટિસ કરતો જોવા મળી રહ્યો છે. સાથે જ આગળની સ્લાઇડ્સની કેટલીક તસવીરોમાં તમને રોહિત શર્મા તેની ટીમના પ્લેયર્સ સાથે જોવા મળશે. આ તસવીરો પર રોહિતે કેપ્શનમાં લખ્યું છે કે, તૈયારી થઈ પૂર્ણ, હવે તેનો અમલ કરવાની વારો. રોહિત શર્માની સામે કેપ્ટન અને બેટ્સમેન તરીકે આ વખતે આઈપીએલ દરમિયાન મુંબઇ ઈન્ડિયન્સનો તાજ બચાવવાનો પડકાર રહશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube