IPL 2022 MI vs DC: આખરે ટિમ ડેવિડે કર્યો મોટો ખુલાસો; RCBના એક મેસેજે ફેરવી નાંખી આખી મેચ!
Tim David On Faf du Plessis: ટિમ ડેવિડે આ મેચમાં દિલ્હી કેપિટલ્સ પાસેથી વિજય છીનવી લીધો હતો. ટિમ ડેવિડે માત્ર 11 બોલમાં ધમાકેદાર ઈનિંગ્સ રમી અને મુંબઈને રોમાંચક મેચમાં જીત અપાવી. આ જીત બાદ ટિમ ડેવિડે કહ્યું, `ફાફ ડુ પ્લેસિસે સવારે મને એક મેસેજ કર્યો હતો.
Tim David On Faf du Plessis: આઈપીએલ 2022ની ક્વોલિફાયર રાઉન્ડમાં પહોંચવાનું સપનું દિલ્હીની ટીમ માટે રોળાઈ ગયું છે. આ સાથે જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર IPL 2022 પ્લેઓફમાં ક્વોલિફાય થનારી ચોથી ટીમ બની. તમામ ચાહકો શનિવારે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાયેલી મેચ જોઈ રહ્યા હતા, કારણ કે બેંગ્લોરનું નસીબ મુંબઈની ટીમના હાથમાં હતું. મુંબઈએ આ મેચ જીતીને બેંગલોરને પ્લેઓફમાં પહોંચાડી દીધું હતું. મુંબઈની આ જીતનો હીરો ટિમ ડેવિડ હતો. તેણે મેચ બાદ મોટો ખુલાસો કર્યો અને આરસીબી ટીમ તરફથી મળેલા મેસેજ વિશે જણાવીને ખળભળાટ મચાવ્યો છે.
ટિમ ડેવિડનો મોટો ખુલાસો
ટિમ ડેવિડે આ મેચમાં દિલ્હી કેપિટલ્સ પાસેથી વિજય છીનવી લીધો હતો. ટિમ ડેવિડે માત્ર 11 બોલમાં ધમાકેદાર ઈનિંગ્સ રમી અને મુંબઈને રોમાંચક મેચમાં જીત અપાવી. આ જીત બાદ ટિમ ડેવિડે કહ્યું, 'ફાફ ડુ પ્લેસિસે સવારે મને એક મેસેજ કર્યો હતો. જેમાં વિરાટ, મેક્સવેલ અને ફાફે મુંબઈ ઈન્ડિયન્સની ટી-શર્ટ પહેરી હતી. એક જીતની સાથે સમાપ્ત થવું સારું લાગે છે. તે એક સારો અહેસાસ છે.' મુંબઈની જીત બાદ RCBના ખેલાડીઓ ખુશીથી ઉછળી પડ્યા હતા, જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
IPL 2022: પંતની કઈ 'મહાભૂલ' ના કારણે દિલ્હી કેપિટલ્સ પ્લેઓફમાંથી બહાર ફેંકાયું, જાણો સમગ્ર વિગત
ડેવિડે મેચ વિનિંગ ઇનિંગ્સ રમી
આ મેચમાં ટિમ ડેવિડે વિસ્ફોટક ઇનિંગ રમી હતી. ટિમ ડેવિડે 11 બોલમાં 34 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેના બેટથી 2 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. ટિમ ડેવિડે આ સિઝનમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. ટિમ ડેવિડે આ સિઝનમાં રમાયેલી 8 મેચમાં 37.20ની એવરેજથી 186 રન બનાવ્યા છે. આઈપીએલ 2022માં તેનો સ્ટ્રાઈક રેટ 216.28 હતો. ટિમ ડેવિડ આ પહેલા પણ બેંગ્લોર ટીમનો ભાગ રહી ચૂક્યો છે.
આરસીબીનું ભાગ્ય મુંબઈના હાથમાં હતું
મુંબઈ ઈન્ડિયન્સ પહેલેથી જ પ્લેઓફની રેસમાંથી બહાર હતી, પરંતુ મુંબઈ ઈન્ડિયન્સ પાસે આ મેચ જીતવાની અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ને પ્લેઓફમાં લઈ જવાની તક હતી. જો શનિવારે (21 મે) ના રોજ રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) હારી જાય, તો બેંગ્લોર (RCB)ની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ શકી હોત. પરંતુ મુંબઈ ઈન્ડિયન્સે આ મેચ 5 વિકેટથી જીતીને બેંગ્લોર માટે પ્લેઓફના દરવાજા ખોલી દીધા હતા અને દિલ્હી માટે બંધ કર્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube