અબુધાબી: આઇપીએલ 2020ના 32મા મુકાબલામાં મુંબઇ ઇન્ડિયન્સની ટીમે કલકત્તા નાઇટ રાઇડર્સને 8 વિકેટ હારનો સામનો કરવો પડ્યો છે. મુંબઇ તરફથી ઓપનર બેટ્સમેન ક્વિંટન ડીકોકએ ધમાકેદાર અંદાજમાં અણનમ 78 રનની ઇનિંગ રમી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલાં કલકત્તા નાઇટ રાઇડર્સ તરફથી મળેલા 149 રનના ટાર્ગેટનો પીછો કરતાં મુંબઇ ઇન્ડિયન્સએ 16.5 ઓવરમાં 149-2 સ્કોર બનાવીને મેચ પોતાના નામે કરી લીધી છે. 


મુંબઇનું વિજય અભિયાન યથાવત
કેકેઆર વિરૂદ્ધ મળેલી જીત મુંબઇ ઇન્ડિયન્સની આ સીઝનમાં આ સતત પાંચમી જીત છે અને ટીમ હજુ પણ 12 પોઇન્ટ સાથે સ્કોરબોર્ડમાં ટોચ પર છે.


યાદવ થયા ક્લીન બોલ્ડ
મુંબઇ ઇન્ડિયન્સના સૂર્યકુમાર યાદવ 10 રન પર કલકત્તાના ફિરકી બોલર વરૂણ ચક્રવર્તીના બોલ પર બોલ્ડ થઇ ગયા. 


કેપ્ટન રોહિત આઉટ
35 રનની ઇનિંગ રમ્યા બાદ મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા કેકેઆરના પેસર શિવમ માવીના બોલ પર કેચ આઉટ થયા.


ડીકોકની તોફાની ફીફ્ટી
જીવતદાનનો ફાયદો ઉઠાવતાં ક્વિંટન ડીકોકએ 25 બોલમાં આ આઇપીએલની ત્રીજી અને પોતાના કેરિયરની 13મી ફિફ્ટી પુરી કરી.


ડીકોકને મળ્યું જીવતદાન
મુંબઇના ઓપનર બેટ્સમેન ડીડોકને 24 રનોની ઇનિંગના 4.3 ઓવરમાં કેકેઆરના બોલર ક્રિસ ગ્રીનના બોલર પર વરૂણ ચક્રવર્તીએ જીવતદાન આપ્યું.


મુંબઇને મળી ઝડપી શરૂઆત
એમ આઇના ઓપનર્સ રોહિત અને ડીકોકએ કેકેઆરના બોલર્સ પર હુમલો કરતાં પોતાની ટીમને ઝડપી શરૂઆત અપાવી હતી. 


મુંબઇની ઇનિંગ શરૂ
149 રનનો ટાર્ગેટનો પીછો કરતાં મુંબઇ ઇન્ડિયન્સની ઇનિંગ શરૂ થઇ ચૂકી છે. ટીમની ઓપનર જોડી ક્રીજ પર છે. 


કેકેઆરએ બનાવ્યો સન્માનજનક સ્કોર 
ટોસ જીતીને પહેલાં બેટિંગ કરતાં કેકેઆરની શરૂઆત ખરાબ રહી. 5 વિકેટ જલદી ગુમાવ્યા બાદ અંત સુધી અણનમ રહેતાં કેપ્ટન ઇયોન મોર્ગન 39 અને પેટ કમિંસ 53 રનની અણનમ ઇનિંગના લીધે કલકત્તાએ 20 ઓવરમાં 148-5 રનનો સન્માનજનક સ્કોર બનાવ્યો.


કમિંસની ફીફ્ટી પુરી
પેટ કમિંસએ આ મુકાબલામાં દમદાર ઇનિંગ રમતાં 35 બોલમાં પોતાના આઇપીએલ કેરિયરની પ્રથમ ફીફ્ટી પુરી કરી. 


કમિંસએ સંભાળી કમાન
ટોપ બેટ્સમેન આઉટ થયા બાદ કેકેઆરના ઓલ રાઉન્ડર પેટ કમિંસે કમાલની ઇનિંગ રમતાં પોતાની ટીમની ખરાબ સ્થિતિને સુધારવાની જવાબદારી ઉઠાવી.


ન ચાલ્યો રસેલનો જાદૂ
આ આઇપીએલમાં કેકેઆરના હરફનમૌલા ખેલાડી આંદ્રે રસેલનું ફોર્મ ખરાબ ચાલી રહ્યું છે અને આજેપણ રસેલ 12 રન બનાવીને જસપ્રીત બુમરાહનો શિકાર બન્યા. 


કેકેઆરને બે બોલમાં બે ઝટકા
કલકત્તા નાઇટ રાઇડર્સને બે બોલમાં સતત બે ઝટક લાગી ગયા છે. મુંબઇના સ્પિનર રાહુલ ચાહરે શુભમન ગિલ 21 અને દિનેશ કાર્તિક 4 રન બનાવીને આઉટ કર્યા.


રાણા થયો આઉટ
આ આઇપીએલમાં પહેલી મેચ રમતાં મુંબઇના પેસર નાથન કુલ્ટર નાઇલએ કેકેઆરના નીતિશ રાણાને 5 રન પર કેચ આઉટ કરાવ્યો. 


કલકત્તા નાઇટ રાઇડર્સની પ્રથમ વિકેટ પડી
મુંબઇ ઇન્ડિયન્સના ફાસ્ટ બોલર ટ્રેંટ બોલ્ટે કેકેઆરના રાહુલ ત્રિપાઠીને સુર્યકુમાર યાદવનો શાનદાર કેચ પકડી 7 રન પર પેવેલિયન મોકલી દીધા.  


કલકત્તાની ખરાબ શરૂઆત
ટોસ જીતીને પહેલાં બેટિંગ કરતાં કલકત્તા નાઇટ રાઇડર્સની ટીમની શરૂઆત થઇ ચૂકી. ટીમની ઓપનર જોડી ક્રીજ પર છે.