મુંબઈઃ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આઈપીએલના મેચમાં બુધવારે (10 એપ્રિલ) જ્યારે કિંગ્સ ઈલેવન પંજાબ વિરુદ્ધ રમશે તો તેનો ઇરાદો ગત મેચમાં મળેલા પરાજયનો હિસાબ ચુકતે કરવાનો હશે. બંન્ને ટીમો વચ્ચે મોહાલીમાં રમાયેલા ગત મેચમાં પંજાબે આઠ વિકેટથીજ જીત મેળવી હતી પરંતુ વાનખેડે સ્ટેડિયમની પિચ મુંબઈને અનુકૂળ આવે છે. મુંબઈની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને શાનદાર ફોર્મમાં છે. બંન્ને જીત બોલરોના શાનદાર પ્રદર્શનથી મળી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઈની પાસે વેસ્ટઈન્ડિઝના કીરોન પોલાર્ડ અને હાર્દિક પંડ્યા જેવા ધુરંધર બેટ્સમેન પણ છે. કિંગ્સ ઈલેવન પંજાબે સોમવારે સનરાઇઝર્સ હૈદરાબાદને છ વિકેટે પરાજય આપ્યો હતો. તેના બોલરોએ પોલાર્ડ અને હાર્દિકના બેટ પર અંકુશ લગાવવો પડશે. બંન્નેએ ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ અંતિમ બે ઓવરમાં 45 રન બનાવ્યા હતા. 


મુંબઈના બેટ્સમેનોમાંથી કોઈપણ આ સિઝનમાં ટોપ-20માં નથી જેથી તેની બેટિંગમાં ડેપ્થનો ખ્યાલ આવે છે. તેની પાસે વેસ્ટ ઈન્ડિઝના અલઝારી જોસેફના રૂપમાં એક શાનદાર બોલર છે, જેણે સનરાઇઝર્સ વિરુદ્ધ ગત મેચમાં 12 રન આપીને 6 વિકેટ લીધી અને સોહેલ તનવીર (રાજસ્થાન રોયલ્સ, 2008)નો 11 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. 


મુંબઈની પાસે જસપ્રીત બુમરાહ અને જેસન બેહરેનડોર્ફ જેવા ફાસ્ટ બોલર છે જેનો સાથ આપવા માટે હાર્દિક અને જોસેફ હશે. કિંગ્સ ઈલેવન પંજાબ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાન પર છે અને બેટિંગમાં ક્રિસ ગેલ, કેએલ રાહુલ અને મયંક અગ્રવાલ પર નિર્ભર છે. બોલિંગમાં આર અશ્વિને શાનદાર પ્રદર્શન કર્યું જ્યારે સૈમ કરન, મોહમ્મદ શમી અને મુરૂગન અશ્વિને તેનો સાથ આપ્યો છે.