નવી દિલ્હીઃ આજકાલ ક્રિકેટ પ્રેમિઓમાં આઈપીએલનું જુનૂન જોવા મળી રહ્યું છે. ક્રિકેટની ખુમારીમાં ખેલ પ્રેમિઓ ડૂબેલા છે, ત્યારે ક્રિકેટર અને આઈપીએલ ટીમ પણ પાછળ નથી. મેચની ખુમારીમાં એકબીજાની ખેંચાઇ પણ કરવામાં આવી રહી છે. હાલનો મામલો ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન માઇકલ વોન સાથે જોડાયેલો છે. માઇકલ વોને મંગળવારની સવારે ટ્વીટ કરીને ભારતને ગુડ મોર્નિંગ કહ્યું હતું. તેના પર ક્રિકેટ પ્રેમિઓએ પણ વોનને ગુડ મોર્નિંગ કહ્યું. પરંતુ ભારતના કેપ્ટન કૂલ કહેવાતા ધોનીની આઈપીએલ ટીમ ચેન્નઈએ મોર્નિંગ ઈન્ડિયા કહેવા પર માઇકવ લોનની ખેંચાઇ કરી. મહત્વની વાત છે કે વોનની ખેંચાઈ પર ટીમ ચેન્નઈએ ઓફિશિયલ ટ્વીટર હેન્ડલનો સહારો લેવામાં આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમાં ચેન્નઈની ટીમે વોનને જવાબ દેતા ટ્વીટ કર્યું, ગુડ મોર્નિંગ પરંતુ તમે જોન્ટી રોડ્સની પુત્રીને કેમ વિશ કરી રહ્યાં છો? 



તમે વિચારશો કે મોર્નિંગ ઈન્ડિયામાં જોન્ટી રોડ્સની પુત્રેને શું લેવા-દેવા, તો જણાવી દઈએ કે દક્ષિણ આફ્રિકાના મહાન ખેલાડી જોન્ટી રોડ્સની પુત્રીનું નામ ઈન્ડિયા છે. રોડ્સે ભારતની સભ્યતા અને સંસ્કૃતિથી પ્રભાવિત થઈને પોતાની પુત્રીનું નામ ઈન્ડિયા રાખ્યું છે. ટીમ ચેન્નઈએ વોનને તેના ટ્વીટ પર ઘેરતા રોડ્સની પુત્રીનું નામ લેતા તેની મજાક કરવાનો પ્રયત્ન કર્યો હતો.