ભારતની સફળતાની ચાવી બુમરાહ, ઓસ્ટ્રેલિયાની વોર્નરના હાથમાં: ક્લાર્ક
ઓસ્ટ્રેલિયાના 2015 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન માઇકલ ક્લાર્કનું માનવું છે કે જસપ્રીત બુમરાહની શાનદાર બોલીંગના દમ પર ભારત વર્લ્ડકપ જીતી શકે છે પરંતુ ઓસ્ટ્રેલિયા માટે એ જ કામ ડેવિડ વોર્નરનું બેટ કરી શકે છે. ક્લાર્કે એક ઇન્ટરવ્યુંમાં જણાવ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા ટોપ ત્રણમાં હશે પરંતુ એ પણ કહ્યું કે કેવિન પીટરસન અને માઇકલ વાન ઇચ્છે તે કહે, કપ ઇગ્લેંડ જીતવાનું નથી. ક્લાર્કે કહ્યું, ``બુમરાહ પાસે બધુ જ છે. તે ફિટ અને સ્વસ્થ છે. તે વર્લ્ડ કપમાં ભારતની સફળતાની ચાવી હશે.``
મૈનચેસ્ટર: ઓસ્ટ્રેલિયાના 2015 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન માઇકલ ક્લાર્કનું માનવું છે કે જસપ્રીત બુમરાહની શાનદાર બોલીંગના દમ પર ભારત વર્લ્ડકપ જીતી શકે છે પરંતુ ઓસ્ટ્રેલિયા માટે એ જ કામ ડેવિડ વોર્નરનું બેટ કરી શકે છે. ક્લાર્કે એક ઇન્ટરવ્યુંમાં જણાવ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા ટોપ ત્રણમાં હશે પરંતુ એ પણ કહ્યું કે કેવિન પીટરસન અને માઇકલ વાન ઇચ્છે તે કહે, કપ ઇગ્લેંડ જીતવાનું નથી. ક્લાર્કે કહ્યું, ''બુમરાહ પાસે બધુ જ છે. તે ફિટ અને સ્વસ્થ છે. તે વર્લ્ડ કપમાં ભારતની સફળતાની ચાવી હશે.''
તેમણે કહ્યું કે બુમરાહને ઓસ્ટ્રેલિયા ખાસકરીને વોર્નર સામે પડકાર મળશે જે છ મેચોમાં 447 રન બનાવી ચૂક્યા છે. તેમણે કહ્યું કે વોર્નર પાસે તે પ્રકારના પ્રદર્શનની અપેક્ષા હતી કારણ કે તે અસારણ ખેલાડી છે. તે ટીમનું એક્સ ફેક્ટર છે. ઓસ્ટ્રેલિયા જો વર્લ્ડ કપ જીતે છે તો ડેવિડ વોર્નર સૌથી વધુ રન બનાવશે.''
World Cup AFGvsBAN Match Updates: અફઘાનિસ્તાને જીત્યો ટોસ, પહેલાં બોલીંગ કરવાનો લીધો નિર્ણય
પૂછવામાં આવતાં બુમરાહ એટલા ખતરનાક ખેલાડી કેમ છે, કલાર્કે કહ્યું ''નવા બોલથી તે સ્વિંગ અને સીમ બંને લઇ શકે છે. વચ્ચેની ઓવરોમાં જ્યારે મદદ મળતી નથી ત્યારે તે વધારાની ઝડપથી બોલરોને પરેશાન કરી શકે છે.'' તેમણે કહ્યું ''તે 150થી વધુની ઝડપથી બોલ ફેંકી શકે છે. તેનું યોર્કર શાનદાર છે અને રિવર્સ સ્વિંગ મળતાં તે જીનિયસ છે.''
ક્લાર્કે કહ્યું, ''એક કેપ્ટનને એવો જ બોલર જોઇએ જે જરૂરિયાતના સમયે વિકેટ અપાવે. તે બોલીંગની શરૂઆત કરી શકે, 35મી ઓવર નાખી શકે ડૈથ ઓવર પણ. જે ભારતને વર્લ્ડ કપ ફાઇનલ જીતાડી શકે. ''ભારત વિરૂદ્ધ ધીમી બોલીંગ માટે વોર્નરની ટીકા થઇ હતી પરંતુ ક્લાર્કે કહ્યું કે તે પરિસ્થિતિને અનુરૂપ ઢળીને રમી રહ્યા છે.
તેમણે કહ્યું કે ''વનડે ક્રિકેટ ટી20થી અલગ છે અને બે વનડે ફોર્મેટમાં ઢળવામાં થોડો સમય લાગ્યો. તે ઇનિંગની શરૂઆતમાં સંભાળીને રમી રહ્યા છે. તે બે સદી ફટકારી ચૂક્યા છે જેથી ખબર પડે છે કે તે કેટલા બેટ્સમેન છે. તેણે વર્લ્ડ કપમાં ચતુરાઇભરી બેટિંગ કરી છે.'' ક્લાર્કે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની પ્રશંસા કરતાં કહ્યું, '' વિરાટની કેપ્ટનશિપ સારી રહી છે. તે અસાધારણ ક્રિકેટ રમી રહ્યા છે.''