નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન માઇકલ હસીને લાગે છે કે આ વર્ષે ભારતમાં ટી20 વર્લ્ડ કપ (ICC T20 World Cup) નું આયોજન કરવું સરળ નથી. તેણે કહ્યું કે, કોવિડ-19ની પરિસ્થિતિઓને જોતા લાગતું નથી કે આ વર્ષે ભારતમાં ટી20 વિશ્વકપનું આયોજન થઈ શકશે. ટી20 વિશ્વકપનું આયોજન ઓક્ટોબર-નવેમ્બરમાં થવાનું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માઇકલ હસી આઈપીએલ 2021 માટે ભારતમાં હતો. તે ચેન્નઈ સુપર કિંગ્સનો બેટિંગ કોચ છે. તે આ સપ્તાહની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા પહોંચી ગયો છે. મેના પ્રથમ સપ્તાહમાં આઈપીએલ સ્થગિત થયા બાદ હસી કોવિડ-19થી સંક્રમિત થયો હતો અને આઈસોલેશનમાં હતો. 


માઇકલ હસીને જ્યારે આ વર્ષે ભારતમાં ટી20 વિશ્વકપના આયોજન કરાવવાની આશા વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું- મને લાગે છે કે ભારતમાં ટી20 વિશ્વકપનું આયોજન મુશ્કેલ હશે. આપણે આઈપીએલની આઠ ટીમોને જોઈ. મારો મત છે કે વિશ્વકપમાં તેનાથી વધુ ટીમો હશે. જો તે અલગ-અલગ શહેરમાં રમશે તો ખતરો વધુ હશે.


આ પણ વાંચોઃ WTC ફાઈનલમાં અશ્વિન મારશે બાજી, 2 મોટા ખેલાડીને પાછળ છોડી બની જશે નંબર વન બોલર


માઇકલ હસીએ કહ્યુ કે, સારૂ રહેશે જો ટી20 વિશ્વકપને યૂએઈ કે કોઈ અન્ય દેશમાં શિફ્ટ કરવામાં આવે. આ સ્થિતિમાં ટીમો ભારતનો પ્રવાસ કરવામાં ડરશે. 


હસીએ કહ્યુ- મને લાગે છે કે બીસીસીઆઈએ જલદીથી કોઈ પ્લાન બનાવવો પડશે. લગભગ આઈપીએલને યૂએઈ કે કોઈ અન્ય દેશ ટી20 વિશ્વકપમાં શિફ્ટ કરવો પડશે. મને લાગે છે કે ઘણા ક્રિકેટ બોર્ડ આ ટૂર્નામેન્ટ માટે ભારત જતા બચવા ઈચ્છશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube