Michael Vaughan On RCB Team: IPL 2022 ખૂબ જ શાનદાર અંદાજમાં રમાઇ રહી છે. આઇપીએલ 2022 માં દર્શકોને દરરોજ રામાંચક મુકાબલા જોવા મળે છે. હવે ઇંગ્લેંડના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ખેલાડી માઇકલ વોને મોટી ભવિષ્યવાણી કરી છે. તેમણે IPL 2022 જીતનાર ટીમનું નામ જણાવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માઇકલ વોને કરી મોટી ભવિષ્યવાણી
ઇંગ્લેંડના પૂર્વ કેપ્ટન માઇકલ વોનને લાગે છે રોયલ ચેલેંજર્સ બેગ્લોર ઇન્ડીયન પ્રીમિયર લીગ જીતવા માટે ફાફ ડુ પ્લેસિસની કેપ્ટનશિપમાં મનપસંદ છે. વોને ભવિષ્યવાણી કરી છે કે આરસીબી આ વર્ષે આઇપીએલ 2022 માં પોતાની સાત મેચમાંથી પાંચ જીત પ્રાપ્ત કરી પોતાના ખિતાબી સૂખાને સમાપ્ત કરવાનો પ્રયત્ન કરી રહી છે. આરસીબી અત્યારે પોઇન્ટ ટેબલમાં બીજા નંબર પર છે. 


વોને કર્યું ટ્વીટ
આરસીબી ટીમે રોમાંચક મુકાબલામાં લખનઉ સુપર જાઇન્ટ્સને 18 રનથી હરાવી દીધી. ત્યારબાદ માઇકલ વોને ટ્વીટ કર્યું તેમાં કોઇ સંદેહ નથી કે ડુ પ્લેસિસની કેપ્ટનશિપમાં આ વર્ષે આરસીબી સારી રહેશે. આરસીબી ટીમને લખનઉને જીતવા માટે 182 રનનો ટાર્ગેટ આપ્યો હતો. લખનઉ ટીમ ઓવરમાં 163 રન જ બનાવી શકી હતી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube