નવી દિલ્હીઃ આઈસીસી વિશ્વ કપ 2019ની તસ્વીર સ્પષ્ટ થઈ ગઈ છે. યજમાન ઈંગ્લેન્ડ અને અંડરડોગ ન્યૂઝીલેન્ડ ફાઇનલમાં પહોંચી ગયા છે. આ સાથે નક્કી થઈ ગયું કે ફાઇનલમાં જે વિજેતા બને ક્રિકેટને એક નવો ચેમ્પિયન મળશે. આ સાથે માઇકલ વોનની ભવિષ્યવાણી પણ 100 ટકા સાચી સાબિત થઈ છે. ઈંગ્લેન્ડના આ પૂર્વ કેપ્ટને કહ્યું હતું કે, આ વિશ્વકપ તે જીતશે, જે ભારતને હરાવશે. સંયોગથી ભારત ટૂર્નામેન્ટમાં બે મેચ હાર્યું, જે બે ટીમોએ ભારતને હરાવ્યું, તે હવે ફાઇનલમાં આમને-સામને છે. ફાઇનલ રવિવાર (14 જુલાઈ)એ રમાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માઇકલ વોન આ દિવસોમાં એડમ ગિલક્રિસ્ટની સાથે ટ્વીટર વોર માટે ચર્ચામાં છે. તેણે ગુરૂવારે ઓસ્ટ્રેલિયાની હાર પર તેના બોલરોની મજાક ઉડાવી હતી. ત્યારબાદ ગિલક્રિસ્ટે તેને મૂર્ખ કહ્યો હતો. ગિલીએ ત્યાં સુધી કહ્યું કે, ફાઇનલમાં જેસન રોયની જગ્યાએ વોને ઓપનિંગ કરવી જોઈએ. પરંતુ આ તો ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટરો વચ્ચે વર્ષો જૂના જંગનો ભાગ છે, જેને વધુ ગંભીરતાથી લેવાની જરૂર નથી. 


કોચ શાસ્ત્રી અને કેપ્ટન કોહલીની સાથે વિશ્વકપમાં હારની સમીક્ષા કરશે CoA

ક્રિકેટ ચાહકોને યાદ હશે કે ભારતીય ટીમ લીગ રાઉન્ડમાં માત્ર એક મેચ હારી હતી. તેને ઈંગ્લેન્ડે 31 રને પરાજય આપ્યો હતો. ભઆરતને બીજી હાર સેમિફાઇનલમાં મળી હતી. જ્યાં ન્યૂઝીલેન્ડે તેને 18 રને હરાવી ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દીધું હતું.