નવી દિલ્હીઃ આઈપીએલ (IPL 2019) માટે વિદેશથી ઘણા ખેલાડીઓ આવ્યા છે. આઈપીએલના માધ્યમથી ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય ક્રિકેટની ટિકિટ મળે છે. ઘણા વિદેશી ખેલાડીઓને આઈપીએલના માધ્યમથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમવાની તક મળી છે. આ વર્ષે પણ ઘણા નવા ખેલાડી અને દિગ્ગજ ખેલાડીઓ પહોંચ્યા છે. એક્સપર્ટ કમેન્ટ્સ અને કોમેન્ટ્રી માટે ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોન (Michael Vaughan) પણ ભારત આવ્યા છે. તે ભારતના ઘણા શહેરોમાં ટ્રાવેલિંગ કરી રહ્યાં છે અને આઈપીએલમાં કોમેન્ટ્રી કરે છે. આ વચ્ચે તેમણે એક ટ્વીટ કર્યું જેને વાંચીને ભારતીયો તેની પર ગુસ્સે થઈ ગયા છે. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર