CWG 2018 : મીરાબાઈ ચાનૂએ નવો રેકોર્ડ બનાવીને ભારતને અપાવ્યો પ્રથમ ગોલ્ડ
196 કિલોગ્રામને વજન ઉઠાવીને તેણે નવો કોમનવેલ્થ ગેમ્સ રેકોર્ડ બનાવી દીધો.
નવી દિલ્હીઃ 21માં રાષ્ટ્રમંડળ ખેલોમાં ગુરૂવારે દેશને પ્રથમ ગોલ્ડ મેડલ વેઈટ લિફટીંગમાં મીરાબાઇ ચાનૂએ અપાવ્યો. તેણે 48 કિલોગ્રામ ભાર વર્ગમાં કુલ 196 કિલોનો વજન ઉંચકીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. આ સાથે તેણે કોમનવેલ્થ ગેમ્સનો નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આ પહેલા દિવસનો પ્રથમ મેડલ દેશને કર્ણાટકના ગુરૂરાજાએ અપાવ્યો. તેણે વેઈટ લિફટીંગમાં દેશને સિલ્વર મેડલ અપાવ્યો છે.
ચાનૂએ સ્નેચમાં 86નો સ્કોર કર્યો અને ક્લીન એન્ડ જર્કમાં 110 સ્કોર કરતા કુલ 196ના સ્કોર સાથે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. સ્નેચ અને ક્લીન એન્ડ જર્ક બંન્નેમાં ચાનૂનું આ વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. આ સાથે બંન્નેમાં રાષ્ટ્રમંડળ ખેલોનો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. સ્પર્ધાનો સિલ્વર મેડલ મૌરિશસની મૈરી હૈનિત્રાના નામે રહ્યો. બીજા નંબર મલેશિયાની ખેલાડી રહી. શ્રીલંકાની ખેલાડી દિનુશા ગોમ્સ ત્રીજા ક્રમે રહી અને તેણે બ્રોન્ઝ મેડલથી સંતોષ કરવો પડ્યો હતો. મેડલ ટેલીમાં હવે ભારત એક ગોલ્ડ અને એક સિલ્વર સાથે પ્રથમ ક્રમે આવી ગયું છે.
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રમંડળ ખેલ 2014માં ચાનૂને સિલ્વર મેડલ મેળવી ચૂકેલી ચાનૂ 48 કિલોગ્રામ વર્ગમાં જીતની પ્રબળ દાવેદાર હતી. તેનું સર્વશ્રેષ્ઠ વ્યક્તિગત પ્રદર્શન 194 કિલો છે. જે આ સ્પર્ધામાં તેના હરીફ કરતા 10 કિલો વધુ હતું. અહીં તેણે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા 196 કિલો ભાર ઉઠાવ્યો હતો.
આ ગેમ્સમાં ભાગ લઈ રહેલા કોઈપણ વેઈટ લિફટીંગ ખેલાડીએ 180 કિલો પાર ન કર્યો. તેની નજીકના હરિફે કનાડાની અમાંડા બ્રાડોક છે, જેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 173 કિલો છે.
આ સાથે મીરાબાઇ ચાનૂને શુભેચ્છાઓ મળવાની શરૂ થઈ ગઈ છે. મેરીકોમે તેને ગોલ્ડ મેડલ જીતવા બદલ શુભકામના આપી છે.