Mirabai Chanu Qualifies for CWG: મીરાબાઈ ચાનૂએ સિંગાપુરમાં જીત્યો ગોલ્ડ મેડલ, કોમનવેલ્થ ગેમ્સ માટે કર્યું ક્વોલિફાય
Mirabai Chanu Wins Gold In Singapore: ભારતની સ્ટાર વેટલિફ્ટ મીરાબાઈ ચાનૂએ કોમનવેલ્થ ગેમ્સ માટે ક્વોલિફાય કરી લીધું છે. તેણે સિંગાપુરમાં આયોજીત એક આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ હાસિલ કર્યો છે.
સિંગાપુરઃ ભારતની સ્ટાર વેટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ શુક્રવારે સિંગાપુર વેટલિફ્ટિંગ ઇન્ટરનેશનલમાં ગોલ્ડ મેડલ જીતીને કોમનવેલ્થ ગેમ્સ માટે 5 કિલો ભાર વર્ગમાં ક્વોલિફાય કર્યું છે.
પ્રથમવાર 55 કિલોગ્રામ ભાર વર્ગમાં ભાગ લઈ રહેલી ચાનૂએ કુલ 191 કિલોગ્રામ (86 કિલોગ્રામ અને 105 કિલોગ્રામ) ભાર ઉઠાવ્યો. તેણે કોઈ પ્રકારના પડકારનો સામનો કરવો પડ્યો નહીં અને તે સરળતાથી પ્રથમ સ્થાન પર રહી હતી.
IPL 2022 Schedule: આઈપીએલ-2022 માટે ગ્રુપની જાહેરાત, જાણો કઈ ટીમ ક્યા ગ્રુપમાં
ડિસેમ્બરમાં વિશ્વ ચેમ્પિયનથી હટનારી ચાનૂની પાછલા વર્ષે ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતવાના ઐતિહાસિક પ્રદર્શન બાદ આ તેની પ્રથમ સ્પર્ધા હતા. આ 27 વર્ષીય ખેલાડીએ રાષ્ટ્રમંડળ રેન્કિંગ આધાર પર 49 કિલોગ્રામ માટે ક્વોલિફાય કર્યું હતું પરંતુ ભારતની વધુ ગોલ્ડ મેડલ જીતવાની સંભાવનાઓ વધારવા માટે ચાનૂએ 55 કિલોગ્રામમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube