નવી દિલ્હીઃ દેશના મહત્વકાંક્ષી મિશન ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમનો લેન્ડિંગથી માત્ર 2.1 કિલોમીટર પહેલા સંપર્ક તૂટી ગયો હતો. આ ઘટનાથી ઇસરો ઈતિહાસ નોંધાવવાનું ચુકી ગયું પરંતે દેશવાસિઓએ તેના જુસ્સાને સલામ કરી છે. આ કડીમાં ખેલ જગત પણ પાછળ રહ્યું નથી. ભારતીય ઓપનર શિખર ધવન, દિગ્ગજ વીરેન્દ્ર સહેવાગ, આકાશ ચોપડા સિવાય રેસલર યોગેશ્વર દત્તે ઇસરોના જુસ્સાને સલામ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધવને લખ્યું, ટીમ ઈસરો, તમારી આકરી મહેનત માટે અમને તમારા પર ગર્વ છે. તમે હાર્યા નથી, અમને વધુ નજીક લઈ ગયા છો. આશા જિવંત રાખો. 



પૂર્વ ભારતીય વિસ્ફોટક બેટ્સમેન સહેવાગે ટ્વીટર પર લખ્યું, 'ખ્વાબ અધૂરા રહા પર હોંસલે જિંદા હે, ઇસરો વો હે જહાં મુશ્કિલે શર્મિંદા હે. હમ હોંગે કામયાગ.'



તો ક્રિકેટરથી રાજનેતા બંનેલા ગૌતમ ગંભીરે લખ્યું, 'આ ત્યારે જ એક નિષ્ફળતા હશે, જો આપણે શીખીશું નહીં, આપણે મજબૂતીથી વાપસી કરીશું. હું ઈસરોની ટીમના જુસ્સાને સલામ કરુ છું, જેણે કરોડો ભારતીયોની આશાને એક કરી. હજુ બેસ્ટ આવવાનું બાકી છે.'



દેશના સ્ટાર રેસલર અને ઓલિમ્પિક મેડલિસ્ટ યોગેશ્વર દત્તે લખ્યું, અમને ગર્વ છે અમારા વૈજ્ઞાનિકો પર અને આશા છે કે આગામી પ્રયાસમાં સફળતા જરૂર મળશે. જય હિંદ, જય ભારત.



પૂર્વ ક્રિકેટર આકાશ ચોપડાએ કહ્યું, 'સરેરાસ લોકોની ઈચ્છાઓ અને આશાઓ હોય છે. આત્મવિશ્વાસી લોકોની પાસે લક્ષ્ય અને યોજનાઓ હોય છે. ઇસરો, અમને તમારા પર ગર્વ છે.'




ઓફ સ્પિનર હરભજન સિંહે લખ્યું, પ્રયત્ન કરનારની ક્યારેય હાર થતી નથી, ઈસરો ટીમ અને વૈજ્ઞાનિકો પર ગર્વ છે. હિન્દુસ્તાન જિંદાબાદ.