નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે કરિયરમાં પ્રથમવાર એલન બોર્ડર મેડલ જીતી લીધો છે. સ્ટાર્કે ઓલરાઉન્ડર મિચેલ માર્શને માત્ર 1 વોટથી હરાવીને આ મેડલ જીત્યો છે. એલન બોર્ડર મેડલ છેલ્લી સીઝનમાં સૌથી શાનદાર પુરૂષ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરને તેના સાથી ક્રિકેટરો, મીડિયા અને અમ્પાયરો દ્વારા વોટિંગ બાદ પ્રદાન કરવામાં આવે છે. મિચેલ માર્શને કુલ 106 મત મળ્યા, જ્યારે સ્ટાર્કને એક મત વધુ મળ્યો હતો. સ્ટાર્ક એલન બોર્ડર મેડલ જીતનાર માત્ર પાંચમો બોલર છે. 


ડાબા હાથના ફાસ્ટ બોલર સ્ટાર્કે વોટિંગ પીરિયડ દરમિયાન તમામ ફોર્મેટમાં 24.4ની એવરેજથી કુલ 43 વિકેટ હાસિલ કરી અને આ સાથે તેણે ઓસ્ટ્રેલિયાની 4-0થી એશિઝ જીત અને ટી20 વિશ્વકપ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ટી20 વિશ્વકપ ફાઇનલમાં મેન ઓફ ધ મેચ રહેલા માર્શને વર્ષનો બેસ્ટ પુરૂષ ટી20 ખેલાડી પસંદ કરવામાં આવ્યો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube