IND vs AUS: અંતિમ ટી-20 ઈન્ટરનેશનલ માટે મિશેલ સ્ટાર્ક ઓસ્ટ્રેલિયન ટીમમાં સામેલ
સ્ટાર્કની સાથે જોશ હેઝલવુડ અને પેટ કમિન્સને ભારત સામેની ટી20 શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો હતો.
સિડનીઃ ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કને ભારત સામેની અંતિમ ટી-20 મેચ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. સ્ટાર્ક ઈજાગ્રસ્ત બિલી સ્ટાનલેકનું સ્થાન લેશે. સ્ટાનલેકને શુક્રવારે પ્રેક્ટિસ દરમિયાન ઈજા થઈ હતી. જેથી તે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.
સ્ટાર્કે પોતાનો અંતિમ ટી20 મેચ સપ્ટેમ્બર 2016માં શ્રીલંકા વિરુદ્ધ કોલંબોમાંર મી હતી. સ્ટાર્કનું રવિવારે સિડનીમાં રમાનારી ટી20ની અંતિમ ઈલેવનમાં રમવાનું નક્કી છે. ફેબ્રુઆરી 2014 બાદ ઘરઆંગણે તેનો આ પ્રથમ ટી20 મેચ હશે.
હોકી વિશ્વકપ 2018: થીમ સોંગ 'જય હિંદ, જય ઈન્ડિયા' લોન્ચ, એઆર રહમાને આપ્યું છે શાનદાર સંગિત
સ્ટાનલેક ઈજાને કારણે મેલબોર્નમાં રમાયેલી બીજી ટી20 મેચ પહેલા પ્રેક્ટિસ સત્ર દરમિયાન કેચ કરવાના પ્રયાસમાં ઈજાગ્રસ્ત થયો હતો. તેના સ્થાન પર નાથન કૂલ્ટર નાઇલને અંતિમ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો. શુક્રવારે રમાયેલી મેચ વરસાદને કારણે રદ્દ કરી દેવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયાએ 19 ઓવરમાં 132/7નો સ્કોર કર્યો ત્યારબાદ મેચ શરૂ થઈ નહતી.
હોકી વિશ્વકપઃ 16 વર્ષ બાદ ભાગ લેશે 16 ટીમો, 16ના ફાઇનલ, જાણો બીજું શું છે ખાસ
સ્ટાર્કની સાથે જોશ હેઝલવુડ અને પેટ કમિન્સને ભારત સામેની ટી20 શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો હતો, જેથી તે 6 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી ટેસ્ટ શ્રેણી પહેલા સંપૂર્ણ રીતે ફિટ થઈ શકે. આ સાથે ત્રણેય બોલરોને શેફીલ્ડ શીલ્ડ ગીલમાં રમવાની ના પાડવામાં આવી હતી.
પરંતુ સ્ટાનલેકની ઈજા બાદ સ્ટાર્કને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ત્રણ મેચની શ્રેણીમાં યજમાન ઓસ્ટ્રેલિયા 1-0થી આગળ છે. કારણ કે બીજી મેચ ધોવાઇ જવાને કારણે ત્રીજી મેચ શ્રેણીનું પરિણામ નક્કી કરવા માટે ખૂબ મહત્વની છે.