નવી દિલ્હીઃ સિરીઝના પહેલા પોતાની નામે કરીને આત્મવિશ્વાસથી ભરપૂર ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ગુરૂવારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાનારી ત્રીજી અને અંતિમ વનડેમાં જીતની સાથે યજમાન ટીમના સૂપડા સાફ કરવાના ઉરાદાથી ઉતરશે. મિતાલી રાજની આગેવાનીમાં ભારતીય ટીમે પ્રથમ વનડે મેચમાં વિશ્વ ચેમ્પિયન ઈંગ્લેન્ડને 66 રનથી હરાવ્યા બાદ બીજી મેચમાં સાત વિકેટથી પરાજય આપતા સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌથી મહત્વની વાત છે કે આઈસીસી મહિલા ચેમ્પિયનશિપમાં ચાર મહત્વના અંક મેળવી લીધા છે જેનાથી 2021 વિશ્વકપમાં સીધુ ક્વોલિફાઇ કરવાની તેની આશાને ફાયદો મળી શકે છે. ભારતની પાસે વધુ બે પોઈન્ટ મેળવવાની તક છે. ત્રીજી વનડે માટે ભારત પોતાની વિનિંગ કોમ્બિનેશનમાં કોઈ ફેરફાર કરશે નહીં. 


IND vs AUS T20I: બેંગલુરૂમાં શ્રેણી સરભર કરવા ઉતરશે ટીમ ઈન્ડિયા

ઓપનિંગ બેટ્સમેન અને આઈસીસીની વર્ષની સર્વશ્રેષ્ઠ ખેલાડી સ્મૃતિ મંધાના શાનદાર ફોર્મમાં છે. બીજી મેચમાં તેની 63 રનની મદદથી ભારતે સિરીઝમાં વિજયી લીડ મેળવી હતી. વનડે ક્રિકેટમાં સર્વાધિક રન બનાવનારી અનુભવી મિતાલી રાજે છેલ્લા બે મેચોમાં 44 અને 47 રન બનાવ્યા હતા.