નવી દિલ્હી : ભારત અને ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ હેમિલ્ટનના સડન પાર્ક ક્રિકેટ ગ્રાઉંડમાં રમાઈ હતી. ટોસ માટે મેદાન પર ઉતરતાં જ મિતાલીએ ઈતિહાસ સર્જ્યો છે. આ મેચ મિતાલીના કરિયરની 200મી વન ડે છે. મિતાલી આ આંકડા સુધી પહોંચનારી પ્રથમ મહિલા ક્રિકેટર છે. એટલું જ નહીં કેપ્ટન તરીકે મિતાલીની આ 123મી મેચ છે અને આ પણ એક રેકોર્ડ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે, આ 200મી વન ડે મેચનો અનુભવ ખાસ સારો નથી રહ્યો. તે આ મેચમાં માત્ર 9 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. આ મેચમાં ન્યૂઝીલેન્ડ મહિલા ક્રિકેટ ટીમે હેમિલ્ટનના સેડન પાર્ક મેદાનમાં રમાઈ રહેલી આ ત્રીજી અને છેલ્લી વન ડે મેચમાં ભારતને 44 ઓવરમાં 149 રન પર આઉટ કરી દીધી છે. આ મેચમાં એના પેટરસન તેમજ લી તાહૂહૂએ શાનદાર બોલિંગ કરી હતી. પેટરસને ચાર વિકેટ મેળવી હતી જ્યારે તાહૂહૂએ ત્રણ વિકેટ લીધી હતી. 


ICC World Cup 2019 : દ્વવિડે ટીમ ઇન્ડિયા માટે કરી મોટી આગાહી, જાણીને ચડી જશે શેર લોહી


મિતાલીએ ગયા વર્ષે એપ્રિલમાં ઈંગ્લેન્ડની પૂર્વ કેપ્ટન ચાર્લોટ એડવર્ડ્સના 191 મેચના વર્લ્ડ રેકોર્ડને પાછળ છોડ્યો હતો. આ મેચ ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે નાગપુરમાં રમાઈ હતી. આંકડાઓ પર નજર ફેરવીએ તો ખ્યાલ આવે છે કે મિતાલી જૂન 1999માં પ્રથમ વન ડે મેચ રમી હતી. તેના કરિયરની આ પ્રથમ વન ડે આયરલેન્ડ સામે હતી. નોંધનીય છે કે મહિલા અને પુરુષ ક્રિકેટ બંનેમાં સૌથી વધુ મેચ રમવાનો વર્લ્ડ રેકોર્ડ ભારતીયોના નામે છે. ઉલ્લેખનીય છે કે પુરુષ ક્રિકેટમાં સૌથી વધુ વન ડે મેચ રમવાનો રેકોર્ડ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના નામે છે. સચિને 463 વનડે રમી છે. આ સિવાય મહિલા ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ મિતાલીના નામે છે. તેણે વન ડેમાં 6622 રન ફટકાર્યા છે. જ્યારે પુરુષ ક્રિકેટમાં 18,426 રન સાથે સચિન તેંડુલકર ટોચ પર છે.


રમતજગતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...