નવી દિલ્હીઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો વિવાદ હવે આગળ વધી રહ્યો છે. સ્ટાર ખેલાડી મિતાલી રાજે મંગળવારે કોચ રમેશ પોવાર અને વહીવટી સમિતી (CoA)ના સભ્ય ડાયના એડલ્જી પર પક્ષપાતના આરોપ લગાવ્યા હતા. કોચ રમેશ પોવારે બુધવારે સ્વીકાર્યું કે તેના અને મિતાલી રાજ વચ્ચેના સંબંધો 'તણાવપૂર્ણ' છે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું કે, મહિલા ટી20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં મિતાલીને બહાર રાખવાનો નિર્ણય સંપૂર્ણપણે ક્રિકેટ સાથે જોડાયેલો નિર્ણય હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય મહિલા ટીમની સૌથી સીનિયર ખેલાડી અને પોતાને નામ અનેક રેકોર્ડ ધરાવનારી મિતાલી રાજે તાજેતરમાં જ બીસીસીઆઈના સીઈઓ રાહુલ જોહરી અને મહાપ્રબંધક (ક્રિકેટ સંચાલન) સબા કરીમને લખેલા એક ઈમેલમાં ગંભીર આરોપ લગાવ્યા હતા. તેણે જણાવ્યું હતું કે, વેસ્ટ ઈન્ડિઝમાં રમાયેલા ટી20 વર્લ્ડ કપ દરમિયાન કોચ રમેશ પોવારે તેનું અપમાન કર્યું હતું અને ટીમમાંથી બહાર રાખવા અંગે તે રડી પડી હતી. તેણે સોમવારો બોર્ડના અધિકારીઓ સાથે રૂબરૂ પણ મુલાકાત કરી હતી. 


મિતાલી રાજે તોડ્યું મૌન, કોચ પોવાર પર લગાવ્યા ગંભીર આરોપ


આ સમગ્ર વિવાદ પર પોતાનો પક્ષ રજુ કરવા માટે રમેશ પોવાર પણ બીસીસીઆઈના સીઈઓ રાહુલ જોહરી અને મહાપ્રબંધક (ક્રિકેટ સંચાલન) સબા કરીમને મળ્યા હતા. બીસીસીઆઈના સૂત્રોએ જણાવ્યું કે, 'રમેશ પોવારે સ્વીકાર્યું છે કે મિતાલી અને તેમના વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ છે. પોવારને કોચ બન્યા બાદ હંમેશાં એવું લાગ્યુ્ં છે કે, તે (મિતાલી) બધાથી અલગ રહેનારી ખેલાડી છે અને તેને સંભાળવી અત્યંત મુશ્કેલ કામ છે.'


મિતાલી રાજે બુધવારે સીઓઓની સભ્ય ડાયના એડલ્જી પર પણ પક્ષપાત કરવાનો આરોપ લગાવ્યો હતો. વન ડે ટીમની કેપ્ટને જણાવ્યું કે, એડલ્જીએ તેની સામે તેમના પદનો ઉપયોગ કર્યો છે. એડલ્જીએ અત્યાર સુધી મિતાલીના આરોપો અંગે પ્રતિક્રિયા આપી નથી.