વર્લ્ડકપ 2021 માટે મહિલા ટીમનું આ છે પ્લાનિંગ, મિતાલી રાજે કર્યો ખુલાસો
ભારતીય મહિલા વનડે ટીમની કેપ્ટન મિતાલી રાજનું માનવું છે કે ન્યૂઝિલેંડ વિરૂદ્ધ સીરીઝમાં 2-1ની જીતથી ટીમનું મનોબળ વધ્યું છે અને ટીમનો ટાર્ગેટ હવે આઇસીસી ટેબલમાં ટોચના ચારમાં રહીને 2011 વર્લ્ડકપના ક્વાલીફાયરમાં રમવાનું ટળી(સ્કીપ) શકે છે. ન્યૂઝીલેંડ વિરૂદ્ધ તાજેતરમાં જ તેની જ જમીન પર સીરીઝ 2-1 થી જીત્યા બાદ ભારત પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાન પર છે. ભારત્ને આ મહિને ઇગ્લેંડની મેજબાની કરવાની છે.
વેલિંગટન: ભારતીય મહિલા વનડે ટીમની કેપ્ટન મિતાલી રાજનું માનવું છે કે ન્યૂઝિલેંડ વિરૂદ્ધ સીરીઝમાં 2-1ની જીતથી ટીમનું મનોબળ વધ્યું છે અને ટીમનો ટાર્ગેટ હવે આઇસીસી ટેબલમાં ટોચના ચારમાં રહીને 2011 વર્લ્ડકપના ક્વાલીફાયરમાં રમવાનું ટળી(સ્કીપ) શકે છે. ન્યૂઝીલેંડ વિરૂદ્ધ તાજેતરમાં જ તેની જ જમીન પર સીરીઝ 2-1 થી જીત્યા બાદ ભારત પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાન પર છે. ભારત્ને આ મહિને ઇગ્લેંડની મેજબાની કરવાની છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદની વિજ્ઞપ્તિમાં મિતાલીએ કહ્યું ''ગત વખતે અમે ક્વાલિફાયર રમ્યા હતા પરંતુ આ વખતે અમે 2021 ટૂર્નામેંટમાં સીધા ક્વાલિફાઇ કરવા માંગીએ છીએ. ઇગ્લેંડ અને વેસ્ટઇન્ડીઝ વિરૂદ્ધ સીરીઝ થવાની છે અને અમે વધુમાં વધુ પોઇન્ટ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીશું.''
મનોબળ વધ્યું
તેમણે કહ્યું ''અમારી પાસે ઘણા એવા ખેલાડી ન હતા જેમને આ સ્થિતિમાં રમવાનો અનુભવ હતો. ફક્ત ઝૂલન (ગૌસ્વામી) અને મેં અહીં પ્રથમ પ્રવાસ કર્યો હતો. એટલા માટે બે મેચ જીતવાથી અમારો આત્મવિશ્વાસ ખૂબ વધી ગયો છે.''
ભારત ટોપ 4 માં
મિતાએ કહ્યું ''ત્રીજી મેચમાં હારતાં અમે રેકિંગમાં ત્રીજા સ્થાન પરથી સરકી ગયા પરંતુ મને ખુશી છે કે ભારત ટોપ 4 માં છે.''
22 ફેબ્રુઆરીથી ભારત વિરૂદ્ધ ઇગ્લેંડ
આ મહિને નંબર ટેબલના ટોચ પર ફેરબદલ થઇ શકે છે કારણ કે ઓસ્ટ્રેલિયાને ન્યૂઝિલેંડની મેજબાની કરવાની છે જ્યારે ભારત 22 ફેબ્રુઆરીથી ઇગ્લેંડ વિરૂદ્ધ પોતાના મેદાન પર રમશે. આ બધી ટીમો ક્વોલિફાઇ કરવા માટે પ્રબળ દાવેદાર છે. મેજબાન ન્યૂઝીલેંડ ઉપરાં ટોપ 4 ટીમો વર્લ્ડ કપ માટે સીધી ક્વોલિફાઇ કરશે, જેનું આયોજન બે વર્ષ બાદ થશે.
હારમાંથી શિખામણ
બીજી તરફ ન્યૂઝીલેંડના કેપ્ટન એમી સેટરથવેટે કહ્યું કે તેમની ટીમ ભારત વિરૂદ્ધ હારમાં શિખામણ લીધી છે.