લંડનઃ ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી મોઈન અલીનું કહેવું છે કે, વર્ષ 2015માં યોજાયેલી એશિઝ શ્રેણી દરમિયાન ઓસ્ટ્રેલિયાના એક ખેલાડીએ મને ઓસામા કહીને બોલાવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અલીએ દાવો કર્યો કે કાર્ડિફમાં રમાયેલી શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં તેના વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી જેનાથી તે પરેશાન થયો હતો. અલીએ તે મેચમાં શાનદાર પ્રદર્શન કરતા પ્રથમ ઈનિંગમાં 77 રન બનાવ્યા અને પાંચ વિકેટ ઝડપીને યજમાન ઈંગ્લેન્ડને 169 રનથી જીત અપાવી હતી. 


ક્રિકઈન્ફોએ અલીના હવાલાથી જણાવ્યું, વ્યક્તિગત પ્રદર્શનના આધાર પર મારા માટે તે એશિઝ શ્રેણી શાનદાર રહી. આ ઘટનાએ મારૂ ધ્યાન ભટકાવ્યું હતું. 


અલીએ જણાવ્યું, મેચ દરમિયાન મેદાન પર ઓસ્ટ્રેલિયાઈ ખેલાડી મારી તરફ ફર્યો અને બોલ્યો ટેક ધેટ ઓસામા. મેં જે સાંભળ્યું તેના પર વિશ્વાસ ન થયો, હું ગુસ્સાથી લાલ થઈ ગયો હતો. આ પહેલા મેદાન પર મને આટલો ગુસ્સો ક્યારેય આવ્યો ન હતો. 


અલીએ કહ્યું, મેં પોતાની ટીમના સાથીઓને જણાવ્યું અને હું સમજુ છું કે કોચ ટ્રેવર બેલિસે ઓસ્ટ્રેલિયાના કોચ ડેરેન લેહમનની સામે આ મુદ્દો ઉઠાવ્યો હશે. 


લેહમનને ઓસ્ટ્રેલિયાના ખેલાડીને જ્યારે આ વિશે પૂછ્યો તો તેણે તે કહેલા ના પાડી દીધી તે તેણે મને ટેક દેટ પાર્ટ-ટાઇમર કરીને બોલાવ્યો હતો. મને આ સાંભળીને આશ્ચર્ય થયું, પરંતુ તમારે ખેલાડીની વાત માનવી પડે છે. પરંતુ હું મેચમાં ગુસ્સામાં હતો. ઈંગ્લેન્ડે 2015ની એસિઝ શ્રેણી 3-2થી જીતી હતી. 


અલીએ ઓસ્ટ્રેલિયાની ટીમને અસભ્ય ગણાવતા કહ્યું કે, તે એકમાત્ર ટીમ છે જે તેને પસંદ નથી. મોઈને કહ્યું, હું જેટલી ટીમો સાથે રમ્યો છે તેમાં ઓસ્ટ્રેલિયા મને જરાય પસંદ નથી. 


અલીએ કહ્યું, એટલે નહીં કે ઓસ્ટ્રેલિયા અમારૂ જૂનુ દુશ્મન છે, પરંતુ જે રીતે તે ખેલાડીઓ અને લોકોનું સન્માન કરતા નથી અને ખરાબ વ્યવહાર કરે છે તેના કારણે મને પસંદ નથી.