ઇસ્લામાબાદઃ T20 વિશ્વકપ 2024નું આયોજન આ વર્ષે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં થવાનું છે. આ ટૂર્નામેન્ટ પહેલા પાકિસ્તાન ક્રિકેટ ટીમ પોતાની તૈયારીઓમાં લાગી ગઈ છે. પાકિસ્તાનની ટી20 વિશ્વકપ પહેલા ત્રણ ટી20 સિરીઝ રમશે. આ વચ્ચે પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં એક એવા ખેલાડીની વાપસી થઈ છે જેને ભારતનો સૌથી મોટો દુશ્મન માનવામાં આવે છે. આ ખેલાડી બીજુ કોઈ નહીં મોહમ્મદ આમિર છે. પાકિસ્તાને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 18 એપ્રિલથી 27 એપ્રિલ સુધી રમાનારી ટી20 સિરીઝ માટે પોતાની ટીમ જાહેર કરી છે. આ ટીમમાં મોહમ્મદ આમિરનું નામ સામેલ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીમ ઈન્ડિયાને આપી ચુક્યો છે મોટું દુખ
ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે ટક્કરની દરેક ફેન્સ આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. બંને ટીમો વચ્ચે તાજેતરમાં ઘણી મેચ રમાઈ છે, જેમાં ટીમ ઈન્ડિયાનો હાથ ઉપર રહ્યો છે. આ વચ્ચે પાકિસ્તાન ટીમમાં મોહમ્મદ આમિરની એન્ટ્રીથી હવે બંને ટીમો વચ્ચે ફરીથી કાંટાની ટક્કર જોવા મળી શકે છે. તેના આવવાથી પાકિસ્તાનની બોલિંગ ખતરનાક થઈ ગઈ છે. જે ભારતીય ટીમની દમદાર બેટિંગ લાઈનઅપ માટે ખતરો રહી છે. મોહમ્મદ આમિરે ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની ફાઈનલમાં ભારત સામે કમાલનું પ્રદર્શન કર્યું હતું. આમિર સાથે ભારતીય ટોપ ઓર્ડરનો ધબડકો થઈ ગયો હતો. તેવામાં આમિરની વાપસી ભારત માટે સારો સંકેત નથી. 


આ પણ વાંચોઃ MS Dhoni ની ધાકડ એન્ટ્રી થતાં આન્દ્રે રસેલે કેમ બંધ કર્યા કાન? જોઇ લો વીડિયો


આમિરે લીધો હતો સંન્યાસ
મોહમ્મદ આમિરે પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કોચ મિસ્બાહ-ઉલ કહ અને વકાર યુનિસની સાથે પોતાના મતભેદોને કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધુ હતું. તેણે વર્ષ 2020માં છેલ્લીવાર પાકિસ્તાન માટે આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તાજેતરમાં તેણે નિવૃત્તિ પરત લઈ મેદાન પર વાપસી કરવાનો સંકેત આપ્યો હતો. હવે તેને ન્યૂઝીલેન્ડ સામે ટી20 સિરીઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તેની પાસે તક છે કે તે આ સિરીઝમાં સારૂ પ્રદર્શન કરી વિશ્વકપની ટીમમાં જગ્યા બનાવી શકે છે. ટી20 વિશ્વકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 9 જૂને ટક્કર થવાની છે.