નવી દિલ્હીઃ પાકિસ્તાનના સ્ટાર બોલર મોહમ્મદ આમિર (Mohammad Amir)એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતી લેવાની જાહેરાત કરી છે. આમિર ટેસ્ટ ક્રિકેટને પહેલા જ અલવિદા કહી ચુક્યો છે હવે તેણે અનિશ્ચિતકાળ સુધી બ્રેક લેવાનો નિર્ણય લીધો છે. તેના આ નિર્ણયે બધાને ચોંકાવી દીધા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આમિરે ક્રિકેટમાંથી લીધો સંન્યાસ
ટ્વિટર પર (Mohammad Amir)નો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને આ વીડિયોમાં આમિરે પીસીબી પર ગંભીર આરોપ લગાવ્યા છે. આમિરે કહ્યુ, 'હું ક્રિકેટ છોડી રહ્યો છું, મને નથી લાગતુ કે હું હાલના મેનેજમેન્ટની સાથે રમી શકુ છું.'


પીસીબી પર લગાવ્યા ગંભીર આરોપ
આમિરે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને ટીમ મેનેજમેન્ટને માનસિક રીતે પરેશાન કરવાનો આરોપ લગાવતા કહ્યુ, મને માનસિક રીતે હેરાન કરવામાં આવી રહ્યો છે, અને હવે હું વધુ સહન કરી શકું નહીં. મેં 2013થી 2015 વચ્ચે ઘણું સહન કર્યુ છે અને તે સમયે જે પણ થયું મેં તેની સજા પણ ભોગવી છે. 


Video: રિકી પોન્ટિંગની 'ભવિષ્યવાણી' અને બીજા બોલ પર આઉટ થઈ ગયો પૃથ્વી શો


28 વર્ષના આ ખેલાડીએ પાકિસ્તાન માટે 36 ટેસ્ટ, 61 વનડે અને 50 ટી20 મુકાબલા રમ્યા છે. તેણે કુલ 250 વિકેટ ઝડપી છે. 


મહત્વનું છે કે પાકિસ્તાન અને ભારતીય મીડિયામાં ચાલી રહેલા સમાચારો પ્રમાણે મોહમ્મદ આમિરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ છોડવાનો નિર્ણય લીધો છે. હજુ સુધી આમિર અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ વાતની પુષ્ટિ કરી નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર