PAKvsAUS: ટેસ્ટ ક્રિકેટમાં બે વર્ષ બાદ વાપસી કરશે પાકિસ્તાની ઓલરાઉન્ડર મોહમ્મદ હાફીઝ
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાનારી ટેસ્ટ શ્રેણી માટે ટીમની જાહેરાત કરી છે.
લાહોરઃ પાકિસ્તાને સોમવારે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બે ટેસ્ટ મેચોની શ્રેણી માટે ટીમની જાહેરાત કરી દીધી છે. પસંદગીકારોએ મોહમ્મદ હાફીઝને 17 સભ્યોની ટીમમાં સ્થાન આપ્યું છે. શ્રેણીનો પ્રથમ ટેસ્ટ મેચ 7 ઓક્ટોબરથી રમાશે.
38 વર્ષના હાફીઝ બે વર્ષ બાદ ટેસ્ટ ટીમમાં વાપસી કરી રહ્યો છે. તેણે અત્યાર સુધી 50 ટેસ્ટ રમી છે અને 39.22ની એવરેજથી 3452 રન બનાવ્યા છે. હાફીઝ એક ઓફ સ્પિનર પણ છે. હાફીઝ ટીમમાં આવવાથી ટોપ ઓર્ડરને મજબૂતી મળશે. તેનો અનુભવ ત્રણ ટેસ્ટ મેચ રમનાર ઇમામ ઉલ હક, ખફર જમાન અને બિન અનુભવી ખેલાડીઓને મદદરૂપ સાબિત થશે. પાકિસ્તાન અને ઓસ્ટ્રલિયા વચ્ચે યૂએઈણાં શ્રેણી રમાશે. ઓસ્ટ્રેલિયાની ટીમ દુબઈ પહોંચી ગઈ છે અને પ્રેક્ટિસ મેચ રમી રહી છે.
પાકિસ્તાન ટીમઃ સરફરાઝ અહમદ (કેપ્ટન), અજહર અલી, ઇમામ ઉલ હક, ફખર જમાન, બાબર આઝમ, અસદ શફીક, હૈરિસ સોહેલ, ઉસ્મા સલાહુદ્દીન, મોહમ્મદ રિઝવાન, ફહીમ અશરફ, શાદાબ ખાન, બિલાલ આસિફ, યાસિર શાહ, મોહમ્મદ અબ્બાસ, વહાબ રિયાઝ, હસન અલી, મીર હમજા, મોહમ્મદ હાફીઝ.
ઓસ્ટ્રેલિયાની ટીમઃ ટિમ પૈન (કેપ્ટન), એશ્ટન અગર, બ્રેન્ડન ડગેટ, એરોન ફિન્ચ, ટ્રેવિસ હેડ, જોન હોલેન્ડ, ઉસ્માન ખ્વાજા, મર્નસ લેબસચેન્જ, નાથન લાયન, મિશેલ માર્શ, શોન માર્શ, માઇકલ નેસર, મેટ રેનશો, પીટર સિડલ, મિશેલ સ્ટાર્ક.
પાકિસ્તાન વિરુદ્ધ ઓષ્ટ્રેલિયા
7 ઓક્ટોબર પ્રથમ ટેસ્ટ દુબઈ
16 ઓક્ટોબર બીજી ટેસ્ટ અબૂધાબી
24 ઓક્ટોબર પ્રથમ ટી-20 અબૂધાબી
26 ઓક્ટોબર બીજી ટી-20 દુબઈ
28 ઓક્ટોબર ત્રીજી ટી-20 દુબઈ