Asia Cup: ભારત માટે શાહીન આફ્રિદી કરતા મોટો ખતરો! પાક ટીમમાં 22 વર્ષીય બોલરની એન્ટ્રી
Mohammad Hasnain replaces Shaheen Afridi: પાકિસ્તાન ક્રિકેટ ટીમે એશિયા કપ માટે શાહીન શાહ આફ્રિદીની જગ્યાએ 22 વર્ષીય ફાસ્ટ બોલરને ટીમમાં સામેલ કર્યો છે. આ બોલર પણ શાહીનની જેમ દમદાર બોલિંગ કરવા માટે જાણીતો છે.
નવી દિલ્હીઃ Pakistan Squad For Asia Cup 2022: પાકિસ્તાનને ફાસ્ટ બોલર શાહીન અફ્રિદીનું રિપ્લેસમેન્ટ મળી ગયું છે. તેણે એશિયા કપ 2022 માટે આફ્રિદીની જગ્યાએ મોહમ્મદ હસનૈનને જગ્યા આપી છે. 22 વર્ષીય ફાસ્ટ બોલરે 18 ટી20 મેચ રમી છે. આ રીતે પાકિસ્તાનના ફાસ્ટ બોલિંગ આક્રમણમાં નસીમ શાહ, શાહનવાઝ દહાની, મોહમ્મદ વસીમ જૂનિયર અને હારિસ રઉફની સાથે હસનૈન પણ સામેલ થઈ ગયો છે. કેટલાક લોકોનું માનવું છે કે તે શાહીનથી પણ ખતરનાક હોઈ શકે છે.
મે 2019મા ટી20 આંતરરાષ્ટ્રીય પર્દાપણ કરનાર હસનૈને 7.90ની ઇકોનોમીથી 17 વિકેટ લીધી છે. પેસરે ક્વેટા ગ્લૈડિએટર્સ, સિડની થન્ડર અને ટ્રિનબાગો નાઇટરાઇડર્સ ટીમો માટે 82 ટી20 મેચ ર મી છે, જેમાં 8.51ની ઇકોનોમીથી 100 વિકેટ લીધી છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે સોમવારે જાહેરાત કરી કે હસનૈન યુનાઇટેડ કિંગડમથી ટીમમાં સામેલ થશે, જ્યાં તે હાલમાં ધ હંડ્રેડમાં ઓવલનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. આ વચ્ચે આસિફ અલી, હૈદર અલી, ઇફ્તિખાર અહમદ અને ઉસ્માન કાદિર મંગળવારે વહેલી સવારે દુબઈ માટે રવાના થશે. તે અબ્દુલ્લા શફીક, ઇમામ ઉલ હક, મોહમ્મદ હારિસ, સલમાન અલી આગા અને જાહિદ મહમૂદની જગ્યા લેશે, જે નેધરલેન્ડ વિરુદ્ધ 16 સભ્યોની ટીમમાં હતા.
આ પણ વાંચોઃ ચહલ સાથે સંબંધ તૂટવા મુદ્દે ધનશ્રીએ કર્યો ખુલાસો, કહ્યું-હું તકલીફમાં છું
પાકિસ્તાન પોતાના એશિયા કપ અભિયાનની શરૂઆત 28 ઓગસ્ટ દુબઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં ભારત વિરુદ્ધ કરશે. શાહીન આફ્રિદી ઈજાગ્રસ્ત થવાથી પાકિસ્તાન માટે મોટો ઝટકો છે. કેટલાક સીનિયર ક્રિકેટર માની રહ્યાં છે કે આફ્રિદીની ગેરહાજરીથી પાકિસ્તાન ટીમના અભિયાન પર અસર પડી શકે છે.
પાકિસ્તાન ટીમઃ બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન, આસિફ અલી, ફખર જમાન, હૈદર અલી, હારિસ રઉફ, ઇફ્તિખાર અહમદ, ખુશદિલ શાહ, મોહમ્મદ હસનૈન, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ વસીમ જૂનિયર, નસીમ શાહ, શાહનવાઝ દહાની અને ઉસ્માન કાદિર.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube