નવી દિલ્હીઃ યુવરાજ સિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. તેણે પત્રકાર પરિષદ કરીને ક્રિકેટને અલવિદા કહેવાની જાણકારી આપી હતી. યુવરાજા નિવૃતીના સમાચાર સોશિયલ મીડિયા પર આવતા સનસની મચી ગઈ છે. દિગ્ગજ ક્રિકેટરોએ યુવરાજની રમતને યાદ કરતા તેને આગામી  ભવિષ્ય માટે શુભકામનાઓ આપી છે. ક્રિકેટની આંતરરાષ્ટ્રીય સંસ્થા આઈસીસી, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ, આઈપીએલ ટીમ મુંબઈ ઈન્ડિયન્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ, વીરેન્દ્ર સહેવાગ, કેફ સહિત તમામ ફેન્સે યુવરાજના ક્રિકેટ કરિયરને સલામ કરતા તેને સારા ભવિષ્યની શુભકામનાઓ આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય ટીમના વિસ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા લખ્યું કે, ખેલાડી આવે છે અને જતા રહે છે, પરંતુ યુવરાજ જેવો શોધવો મુશ્કેલ છે. તેણે યુવરાજને બેસ્ટ વિશ લખતા તેની એક જૂની તસ્વીર પણ શેર કરી છે. આ રીતે પૂર્વ ક્રિકેટર કેફે સોશિયલ મીડિયા પર પોસ્ટ લખતા તેના પર ગર્વ કરવાની વાત કહી છે. મહત્વનું છે કે કેફ અને યુવરાજ સિંહની જોડીએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ 325 રન ચેઝ કરીને જીત અપાવી હતી. આ મેચ માટે બંન્ને ખેલાડીઓને લોકો આજે પણ યાદ કરે છે. 


પૂર્વ ખેલાડીઓએ ટ્વીટ કરીને યુવરાજને આપી શુભેચ્છાઓ..