મોહમ્મદ શમીએ રચ્યો વિશ્વકપમાં વધુ એક ઈતિહાસ, બન્યો પ્રથમ ભારતીય બોલર
શમીએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ મેચમાં 10 ઓવરમાં 69 રન આપીને પાંચ વિકેટ પોતાના નામે કરી હતી.
નવી દિલ્હીઃ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી દમદાર પ્રદર્શન કરી રહ્યો છે. મોહમ્મદ શમીએ વિશ્વ કપ 2019ની 38મી મેચમાં 5 વિકેટ ઝડપીને ઈતિહાસ રચી દીધો છે. વિશ્વ કપમાં સતત ત્રણ વખત 4 વિકેટ ઝડપનાર મોહમ્મદ શમી પ્રથમ બોલર બની ગયો છે.
ડાબા હાથના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ઈંગ્લેન્ડના પાંચ બેટ્સમેનોને પેવેલિયન પરત મોકલ્યા જે શમીના વનડે કરિયરનું બેસ્ટ પ્રદર્શન છે. શમીએ આ મેચમાં 10 ઓવર બોલિંગ કરી અને 69 રન આપ્યા હતા. શમી આ મેચમાં જરૂર મોંઘો સાબિત થયો પરંતુ તેણે ઈંગ્લેન્ડની અડધી ટીમને આઉટ કરી હતી.
શમી આ વિશ્વ કપમાં હેટ્રિક પણ લઈ ચુક્યો છે. અફઘાનિસ્તાન વિરુદ્ધ હેટ્રિક સહિત ચાર વિકેટ ઝડપીને રેકોર્ડ બનાવ્યો હતો. ત્યારબાદ ફરી વિન્ડીઝ વિરુદ્ધ શમીએ ચાર વિકેટ લીધી હતી. તો આ મેચમાં શમીએ પાંચ વિકેટ ઝડપીને વધુ એક ઈતિહાસ રચીને એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
મોહમ્મદ શમી પાકિસ્તાનના ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદી બાદ બીજો અને ભારતનો પ્રથમ એવો બોલર બની ગયો છે, જેણે વિશ્વકપમાં સતત3 મેચોમાં 4-4 કે તેથી વધુ વિકેટ પોતાના નામે કરી છે. શમી પહેલા આફ્રિદીએ 2011ના વિશ્વ કપમાં સતત ત્રણ ઈનિંગમાં 4-4 વિકેટ લીધી હતી.
વિશ્વ કપમાં ઓસ્ટ્રેલિયાએ સમય પર લય પકડી તેને હરાવવું મુશ્કેલઃ બોલ્ટ
વિશ્વ કપની ત્રણ મેચોમાં સતત 4-4 વિકેટ
મોહમ્મદ શમી- વર્લ્ડ કપ 2019
શાહિદ આફ્રિદી- વર્લ્ડ કપ 2011
મોહમ્મદ શમી ભારતનો બીજો એવો બોલર છે, જેણે વનડે ક્રિકેટમાં સતત 3 મેચોમાં 4 કે તેથી વધુ વિકેટ લીધી છે. શમી પહેલા નરેન્દ્ર હિરવાણીએ વર્ષ 1988ના વર્ષમાં સતત 3 વખત 4-4 વિકેટ પોતાના નામે કરી હતી.