ICC Rankings: શ્રીલંકામાં મોહમ્મદ સિરાજે મચાવ્યો હાહાકાર, દુબઈમાં મચ્યો હંગામો, ICCએ આપ્યું ઈનામ
ICC ODI Ranking: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલના લેટેસ્ટ વનડે રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીને સૌથી વધુ ફાયદો થયો છે. આ ખેલાડી વનડેમાં દુનિયાનો નંબર-1 બોલર બની ગયો છે.
દુબઈઃ શ્રીલંકા સામે એશિયા કપ ફાઇનલમાં ઘાતક બોલિંગ કરીને સમગ્ર ટીમને 50 રનમાં આઉટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવનાર મોહમ્મદ સિરાજને આનો ઘણો ફાયદો થયો છે. ICCની તાજેતરની ODI બોલરોની રેન્કિંગમાં તે નંબર વન પર પહોંચી ગયો છે. તેણે બીજા સ્થાને રહેલા ઓસ્ટ્રેલિયાના જોસ હેઝલવુડથી ઘણું અંતર બનાવી લીધું છે. કુલદીપ યાદવ પણ ટોપ 10 બોલરોમાં સામેલ છે. જોકે તેને રેન્કિંગમાં નુકસાન થયું છે.
ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે એશિયા કપ ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેની કાતીલ બોલિંગથી તેણે શ્રીલંકાની બેટિંગની કમર તોડી નાખી હતી. માત્ર એક ઓવરમાં 4 વિકેટ લઈને સનસનાટી મચાવનાર આ બોલરે તાજેતરની ICC ODI રેન્કિંગમાં ફરીથી નંબર વનનું સ્થાન મેળવી લીધું છે. ભારતીય સ્પિનર કુલદીપ યાદવે ટોપ 10 રેન્કિંગમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.
આ પણ વાંચોઃ વર્લ્ડકપ 2023 માટે ટીમ ઈન્ડિયાની નવી જર્સી લોન્ચ, તોફાની અંદાજમાં દેખાયા રોહિત-કોહલી
પ્રથમ નંબરે સિરાજ
એશિયા કપ ફાઈનલ જેવી મોટી મેચમાં શ્રીલંકાની બેટિંગને એકલા હાથે ધ્વસ્ત કરનાર મોહમ્મદ સિરાજ 694 પોઈન્ટ સાથે ICC ODI બોલરોની રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. ઓસ્ટ્રેલિયાનો જોસ હેઝલવુડ 678 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે જ્યારે ન્યુઝીલેન્ડનો ટ્રેન્ટ બોલ્ટ એક પોઈન્ટ પાછળ ત્રીજા સ્થાને છે. અફઘાનિસ્તાનના સ્પિનર મુજીબ ઉર રહેમાનને ચોથું સ્થાન મળ્યું છે જ્યારે તેના સિનિયર રાશિદ ખાન પાંચમાં સ્થાને છે. ભારતીય સ્પિનર કુલદીપ યાદવ 9મા સ્થાને છે જ્યારે પાકિસ્તાનનો શાહીન શાહ આફ્રિદી 10મા સ્થાને છે.
સિરાજે એશિયા કપમાં કુલ 10 વિકેટ લીધી હતી જેમાંથી ફાઈનલમાં તેણે 6 વિકેટ ઝડપી હતી. ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે તે બીજા ક્રમે હતો. શ્રીલંકાની મથિસા પાથિરાના 11 વિકેટ સાથે ટોપ પર રહ્યો હતો. સિરાજે અત્યાર સુધી રમાયેલી 29 વનડે મેચોમાં કુલ 53 વિકેટ લીધી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube