Arjun Puraskar 2023: વર્ષ 2023 માટે ભારતીય ખેલ પુરસ્કારોની જાહેરાત થઈ ગઈ છે. બેડમિન્ટનના બે ખેલાડીઓને રમત ક્ષેત્રના ભારતના સૌથી મોટા પુરસ્કાર ખેલ રત્ન માટે પસંદ કરવામાં આવ્યા છે. જ્યારે મોહમ્મદ શમીનું અર્જુન એવોર્ડથી સન્માન કરાશે. તે 26 ખેલાડીઓની યાદીમાં સામેલ છે, જેને આ વર્ષે અર્જુન એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. આ લિસ્ટમાં પેરા આર્ચર શીતલ દેવીનું નામ પણ સામેલ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોંધનીય છે કે આ બધા રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર 9 જાન્યુઆરી 2024ના રાષ્ટ્રપતિ ભવનમાં એક મોટા કાર્યક્રમનું આયોજન કરી આપવામાં આવશે. આ જાહેરાત ખેલ મંત્રાલયે કરી છે. આ એવોર્ડ રાષ્ટ્રપતિ દ્વારા ખેલાડીઓને પ્રદાન કરવામાં આવશે. 


ખેલ મંત્રાલય પ્રમાણે આ વખતે મોહમ્મદ શમી સહિત 26 એથલીટ્સને અર્જુન એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. જ્યારે મેજર ધ્યાન ચંદ ખેલ રત્ન એવોર્ડ 2023થી ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાંઈરાજ રંકીરેડ્ડીને સન્માનિત કરવામાં આવશે. આ બધા એવોર્ડ્ તે ખેલાડીઓને પોતાની રમતમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન માટે આપવામાં આવશે. 


આ વખતે નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડ નીચે મુજબ આપવામાં આવશે
ખેલ રત્ન એવોર્ડ

ચિરાગ શેટ્ટી - બેડમિન્ટન
સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી - બેડમિન્ટન


અર્જુન એવોર્ડ
ઓજસ પ્રવીણ દેવતળે - તીરંદાજી
અદિતિ ગોપીચંદ સ્વામી - તીરંદાજી
શ્રીશંકર - એથ્લેટિક્સ
પારુલ ચૌધરી - એથ્લેટિક્સ
મોહમ્મદ હુસામુદ્દીન - બોક્સર
આર વૈશાલી - ચેસ
મોહમ્મદ શમી - ક્રિકેટ
અનુષ અગ્રવાલ - ઘોડેસવારી
દિવ્યકૃતિ સિંહ - અશ્વારોહણ ડ્રેસ
દીક્ષા ડાગર - ગોલ્ફ
કૃષ્ણ બહાદુર પાઠક - હોકી
સુશીલા ચાનુ - હોકી
પવન કુમાર - કબડ્ડી
રિતુ નેગી - કબડ્ડી
નસરીન - ખો-ખો
પિંકી - લૉન બોલ્સ
ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમર - શૂટિંગ
ઈશા સિંહ - શૂટિંગ
હરિન્દર પાલ સિંહ - સ્ક્વોશ
આયિકા મુખર્જી - ટેબલ ટેનિસ
સુનીલ કુમાર - કુસ્તી
અંતિમ - કુસ્તી
રોશીબીના દેવી - વુશુ
શીતલ દેવી - પેરા તીરંદાજી
અજય કુમાર - બ્લાઇન્ડ ક્રિકેટ
પ્રાચી યાદવ - પેરા કેનોઇંગ