નેપિયરઃ ભારતીય ફાસ્ટર મોહમ્મદ શમીએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પ્રથમ વનડેમાં બુધવારે એક ખાસ સિદ્ધિ મેળવી છે. શમીએ જ્યારે ન્યૂઝીલેન્ડના ઓપનર માર્ટિન ગુપ્ટિલને ઈનિંગમાં બોલ્ડ કર્યો, તો તે વનડે આંતરરાષ્ટ્રીયમાં સૌથી ઝડપી 100 વિકેટ ઝડપનાર ભારતીય બોલર બની ગયો છે. 28 વર્ષના શમીએ મેચમાં ભારતને બીજી સફળતા અપાવી અને બીજી ઓવરમાં ગુપ્ટિલ (5)ને આઉટ કર્યો હતો. 


ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 5 મેચોની વનડે સિરીઝનો પ્રથમ મેચ નેપિયરમાં રમાઈ રહ્યો છે. ન્યૂઝીલેન્ડે આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ગુપ્ટિલે 9 બોલમાં એક બાઉન્ડ્રી સાથે 5 રન બનાવ્યા અને શમીએ તેને બોલ્ડ કર્યો હતો. તે વનડેમાં શમીનો 100મો શિકાર બન્યો હતો. 


Australian open: 20 વર્ષનો સિતસિપાસ સેમીફાઇનલમાં, હવે નડાલ સામે ટક્કર