...મને મારીને ભગાડી દેતા હતા, મોહમ્મદ શમીએ આખરે કોની સામે ચીંધી આંગળી? જાણો બીજું શું કહ્યું?
શમીએ પોતાની શરૂઆતના સ્ટ્રગલ દિવસો અંગે વાત કરી છે. તેમણે જણાવ્યું કે 2 વાર તેઓ ટીમ માટે રણજી ટ્રોફીની ટ્રાયલઆપવા માટે ગયા હતા. પરંતુ બંને વખત તેમણે નિરાશ થઈને પાછા ફરવું પડ્યું હતું. અત્રે જણાવવાનું કે વર્લ્ડ કપના ઈતિહાસમાં શમી 50 વિકેટ લેનારા પહેલા ભારતીય બોલર બન્યા છે.
મોહમ્મદ શમીએ વર્લ્ડ કપ 2023ને યાદગાર બનાવી દીધો હતો. ફાસ્ટ બોલરે ટુર્નામેન્ટમાં સૌથી વધુ 24 વિકેટ લીધી. જો કે શરૂઆતની 4 મેચમાં શમીને તક મળી નહતી. હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થતા તેને ટીમમાં જગ્યા મળી હતી. ભારતીય ટીમ ટ્રોફી જરૂર ચૂકી ગઈ કારણ કે ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટથી હરાવી દીધુ હતું. ટ્રેવિસ હેડની સદીએ મહત્વની ભૂમિકા ભજવી. આ બધા વચ્ચે શમીએ પોતાની શરૂઆતના સ્ટ્રગલ દિવસો અંગે વાત કરી છે. તેમણે જણાવ્યું કે 2 વાર તેઓ ટીમ માટે રણજી ટ્રોફીની ટ્રાયલઆપવા માટે ગયા હતા. પરંતુ બંને વખત તેમણે નિરાશ થઈને પાછા ફરવું પડ્યું હતું. અત્રે જણાવવાનું કે વર્લ્ડ કપના ઈતિહાસમાં શમી 50 વિકેટ લેનારા પહેલા ભારતીય બોલર બન્યા છે.
PUMA India સાથે ખાસ વાતચીતમાં મોહમ્મદ શમીએ જણાવ્યું કે શરૂઆતના દિવસોમાં મિત્રો સાથે રેતમાં ભાગીને જ ટ્રેનિંગ કરતો હતો. રણજી રમતા પહેલા હું ફક્ત રનિંગ જ કરતો હતો. રણજી દરમિયાન મે જીમમાં જવાનું શરૂ કર્યું હતું. 2 વર્ષ સુધી યુપી રણજી ટ્રોફી ટીમ માટે ટ્રાયલ આપવા ગયો પરંતુ ફાઈનલ રાઉન્ડ બાદ મને...મારીને બહાર કરી દેતા હતા. તેમણે જણાવ્યું કે જ્યારે પહેલા વર્ષે ટ્રાયલ બાદ મારું સિલેક્શન ન થયું તો વિચાર્યું કે કઈ વાંધો નહીં, બીજીવાર ફરી આવીશ.
મોહમ્મદ શમીએ જણાવ્યું કે બીજા વર્ષે ટ્રાયલમાં 1600 ખેલાડીઓ પહોંચ્યા. તેમણે 3 દિવસમાં તેનું ટ્રાયલ લેવાનું હતું. મોટા ભાઈ પણ મારી સાથે આવ્યા હતા. તેમણે કહ્યું કે મેળો ચાલી રહ્યો છે. ત્યારબાદ ભાઈએ તે સમયે ચીફ સિલેક્ટર સાથે વાત કરી તો એ જવાબ મળ્યો જે વિચાર્યું પણ નહતું. તેમને કહેવામાં આવ્યું કે મારી ખુરશી હલાવી શકો તો આ છોકરો સિલેક્ટ થઈ જશે. તેના પર ભાઈએ કહ્યું કે હલાવવાની વાત છોડો, હું ખુરશી ઉલટી પણ કરી શકું છું, મારી પાસે એટલો પાવર છે.
3 વર્ષ બગડ્યા
મોહમ્મદ શમીએ જણાવ્યું કે ભાઈએ કહ્યું કે જો તેનામાં દમ હોય તો જ લેજો, જે અંગે તેમને કહેવાયું કે અહીં દમવાળાઓની કોઈ કમી નથી. ત્યારબાદ તેમણે ફોર્મ ફાડી નાખ્યું અને કહ્યું કે આજ પછી અમે લોકો યુપી નહીં જોઈએ. ભારતીય ફાસ્ટ બોલરે કહ્યું કે શરૂઆતથી જ હું જીદ્દી હતો. ત્યાબાદ મે મારા કોચને કહી દીધુ કે મારે હવે રમવું જ છે. ત્યારબાદ તેમણે મને ત્રિપુરા મોકલ્યો પરંતુ ત્યાં પણ મને તક મળી નહીં અને આ રીતે મારા 3 વર્ષ બગડ્યા.
બંગાળ તરફ કૂચ
મોહમ્મદ શમીએ કહ્યું કે ત્રિપુરામાં પણ તક ન મળી તો કોચે મને કોલકાતા મોકલ્યો. ત્યાં એક ક્લબની ટ્રાયલ હતી. પરંતુ ત્યાં જગ્યા નાની હતી. આ કારણે હું પૂરી રનઅપ લઈ શકતો નહતો. જ્યારે મે આ વાત ઉઠાવી તો કહેવામાં આવ્યું કે આટલી જ જગ્યામાં રનઅપ લેવાની રહેશે. ત્યાં સીમેન્ટવાળી પીચ હતી. તેમણે જણાવ્યું કે મે 8થી 10 બોલ નાખ્યા. 2થી 3 વાર આઉટ કર્યો. ત્યારબાદ બ્રેક આપવામાં આવ્યો. બ્રેક બાદ ફરીથી બોલિંગ કરી. પછી બતાવવામાં આવ્યું કે કાલે સિલેક્શન અંગે જણાવવામાં આવશે.
1000 રૂપિયા જ બચ્યા
મોહમ્મદ શમીએ જણાવ્યું કે હું 2500 રૂપિયા લઈને નીકળ્યો હતો. ખાવાનું અને રહેવામાં પૈસા ખર્ચાયા. પરંતુ 2 દિવસ છતાં પણ રિઝલ્ટ જણાવવામાં ન આવ્યું. હવે મારી પાસે તો 1000 રૂપિયા જ બચ્યા હતા. ત્યારબાદ ક્લબના કેપ્ટને કહ્યું કે તમારું 99 ટકા સિલેક્શન નક્કી છે. પરંતુ ક્લબના મેનેજર અને સીઈઓ તેને જોશે. ત્રીજા દિવસે મને જણાવવામાં આવ્યું કે તમારું સિલેક્શન થઈ ગયું છે. પરંતુ તમને પૈસા નહીં મળે. ફક્ત રહેવાનું અને ખાવાનું મળશે.
મોહમ્મદ શમીએ કહ્યું કે જ્યારે આ વાત ઘરવાળાને જણાવી તો તેમણે કહ્યું કે આમ કેવી રીતે ચાલશે. મે કહ્યું કે હવે રમીને જ પાછો ફરીશ. 3 દિવસ સુધી ઘર ન મળ્યું. હું 4 દિવસ સુધી ક્લબ હાઉસમાં જ સૂઈ ગયો. પછી પહેલા સેશનમાં મે ક્લબ તરફથી 9 મેચમાં 45 વિકેટ લીધી. ત્યારબાદ મેનેજરે મને 25 હજાર રૂપિયા અને ટ્રેનની ટિકિટ આપી. મને વિશ્વાસ ન આવ્યો. તેમણે જણાવ્યું કે ત્યારબાદ મને આખા રસ્તે ઊંઘ ન આવી. મે 25 હજાર રૂપિયા મમ્મીને આપી દીધા. પરંતુ પપ્પાએ પૈસા તેમની પાસેથી લઈને મને આપી દીધા. મે કહ્યું કે આ મારી પહેલી કમાણી છે તો તેમણે કહ્યું કે તેનો તમે પોતે ઉપયોગ કરો. ત્યારબાદ મે તેમાંથી જૂતા અને સામાન ખરીદ્યો. આ રીતે મારે શરૂઆતમાં ખુબ સ્ટ્રગલ કરવી પડી. આજે જ્યાં પણ પહોંચ્યો છું તેની પાછળ વર્ષોની મહેનત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube