Champions Trophy 2025: ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયાનો 'વન મેન આર્મી' સાબિત થયો હતો. બુમરાહ એકલો આખી ઓસ્ટ્રેલિયા ટીમ પર ભારે પડ્યો હતો. પરંતુ જો બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ભારતના અન્ય ઘાતક બોલરનો સાથ મળ્યો હોત તો પરિણામ કંઈક અલગ જ હોત. પરંતુ હવે ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયા માટે 'ગુડ ન્યૂઝ' સામે આવ્યા છે. કારણ કે ટીમ ઈન્ડિયા જે ખુંખાર બોલરની શોધમાં હતી તે હવે વાપસી કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

19મી ફેબ્રુઆરીથી શરૂ થશે ટુર્નામેન્ટ
WTC ફાઈનલમાંથી બહાર થયા બાદ BCCIએ ચેમ્પિયન્સ ટ્રોફી માટે રોડમેપ તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે. 19મી ફેબ્રુઆરીથી શરૂ થનારી આ ટુર્નામેન્ટના સ્ક્વોટ માટે ચોક્કસપણે સિલેક્ટરોએ ભારે મહેનત કરવી પડશે. લગભગ દોઢ વર્ષથી બહાર રહેલા મોહમ્મદ શમીએ વાપસી કરી છે. એવી અટકળો છે કે, મોહમ્મદ શમી ઈંગ્લેન્ડ સામેની વનડે અને ટી-20 સિરીઝમાં વાપસી કરી શકે છે.


ચેમ્પિયન્સ ટ્રોફી માટે આ તારીખે ટીમ ઈન્ડિયાની થશે જાહેરાત, આ ખેલાડીઓ ટીમમાં કન્ફર્મ


ડાયાબિટીસના દર્દીઓ માટે મોત સમાન છે આ 5 ફળ! અચાનક વધારી શકે છે બ્લડ સુગર


વર્લ્ડ કપમાં મચાવી હતી તબાહી
વર્લ્ડ કપ 2023માં મોહમ્મદ શમીએ પોતાની બોલિંગથી તબાહી મચાવી હતી. શમીને ટીમ ઈન્ડિયામાં લેટ સામેલ કરવામાં આવ્યો અને પછી તેમણે એક પછી એક પોતાના પંજા ખોલ્યા હતા. શમી વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર સાબિત થયો હતો. હવે તેનો આતંક ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ જોવા મળશે.