નવી દિલ્હીઃ ભારતની વિશ્વકપની ટીમ જાહેર થવામાં હજુ વાર છે. પરંતુ આશા છે કે તે ટીમમાં ફાસ્ટ બોલર તરીકે મોહમ્મદ શમીનું નામ સામેલ હશે. વિશ્વકપની ટીમનો ભાગ બની શમી ટીમ ઈન્ડિયાના લગભગ તમામ મેચ રમશે, પરંતુ 22 જૂને અફગાનિસ્તાન વિરુદ્ધ રમાનારી મેચ રમી શકશે નહીં. મહત્વનું છે કે, તેનું કારણ છે કે કોર્ટમાં તેના પર લાગેલા આરોપોની સુનાવણી અને આ દરમિયાન તેનું ત્યાં હાજર રહેવું. કોર્ટેમાં શમીના કેસની સુનાવણીની તારીખ 22 જૂન મળી છે. કોર્ટે આ તારીખે તેને હાજર રહેવાનો આદેશ આપ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશ્વકપ અને કોર્ટની તારીખ વચ્ચે ટકરાવ
આ પહેલા કોલકત્તા પોલીસે પત્નીએ લગાવેલા જાતીય સત્તામણીના આરોપમાં શમી પર કેસ દાખલ કર્યો હતો. શમી પર કલમ 498A અને કલમ 354A હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં આ કલમો તેના ભાઈ હસીબ અહમદ પર પણ લગાવવામાં આવી છે. 


Controversy: મોહમ્મદ શમી મુશ્કેલીમાં, દહેજ અને જાતીય સતામણીના આરોપમાં ચાર્જશીટ દાખલ


22 જૂને અફગાનિસ્તાન સામે છે વિશ્વકપની મેચ
મહત્વનું છે કે, ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર શમી આ સમયે શાનદાર ફોર્મમાં છે. હાલમાં તે સૌથી ઝડપી 100 વનડે વિકેટ ઝડપનાર ભારતીય બોલર બન્યો હતો. હાલમાં તે આઈપીએલની તૈયારીમાં વ્યસ્ત છે. હવે જોવાનું રહેશે કે વિશ્વકપ અને પોતાના કેસની સુનાવણી વચ્ચે શમી કેમ તાલમેલ બેસાડે છે.