નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ સમાપ્ત થયા બાદ ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અમેરિકા ચાલ્યો ગયો છે અને તે બીસીસીઆઈની સાથે-સાથે પોતાના અમેરિકી વકીલના સંપર્કમાં પણ છે. કોલકત્તાની અલીપુર કોર્ટે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી શમી વિરુદ્ધ ઘરેલૂ હિંસાના મામલામાં ધરપકડ વોરંટ જારી કર્યું છે. શમી પર તેની પત્ની હસીન જહાંએ ઘરેલૂ હિંસાના આરોપ લગાવ્યા હતા. અદાલતે શમીને 15 દિવસની અંદર સરેન્ડર કરવા અને જામીનની અરજી આપવાનો આદેશ આપ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીસીસીઆઈના એક સીનિયર અધિકારીએ કહ્યું કે, શમી 12 સપ્ટેમ્બરે ભારત પરત ફરશે. આ સમયે તે પોતાના વકીલ સલીમ રહમાનના સંપર્કમાં છે. અધિકારીએ કહ્યું, 'વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ સમાપ્ત થયા બાદ શમી અમેરિકા ચાલ્યો ગયો છે અને 12 તારીખે ભારત પરત ફરશે. કોર્ટ તરફથી મળેલા ધરપકડ વોરંટ મામલામાં તે પોતાના વકીલના સંપર્કમાં છેઅને તેણે આ મામલા પર બોર્ડના લોકો સાથે વાત કરી છે.'


બીસીસીઆઈએ આપી હતી આ દલીલ
શમીને વકીલે બાદમાં સ્પષ્ટ કરતા કહ્યું હતું કે, આ ધરપકડ વોરંટ નથી અને શમીને સરેન્ડર કરવા માટે કહેવામાં આવ્યું છે. બીજીતરફ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ બે સપ્ટેમ્બરે કહ્યું હતું કે શમી વિરુદ્ધ બોર્ડ ત્યાં સુધી કોઈ કાર્યવાહી કરશે નહીં જ્યાં સુધી ચાર્જશીટ જોવામાં આવશે નહીં. 


અધિકારીએ કહ્યું, 'હા, અમે જાણીએ છીએ કે ધરપકડ વોરંટ જારી થયું છે, પરંતુ આ સમયે અમે તે મામલામાં વચ્ચે નહીં પડીએ. એક વખત ચાર્જશીટ જોઈ લઈએ. ત્યારબાદ અમે નિર્ણય લેશું કે શું હશે અને જો બીસીસીઆઈનું બંધારણ કાર્યવાહી કરવાની મંજુરી આપે છે તો કરીશું. પરંતુ આ સમય તે કહી શકીએ કે મામલા પર કોઈપણ કાર્યવાહી કરવી ઉતાવળ ગણાશે.'



ટી-20 રેન્કિંગઃ 'હેટ્રિક મેન' લસિથ મલિંગાએ લગાવી 20 સ્થાનોની છલાંગ


હસીન જહાંએ શું કહ્યું?
શમીની પત્ની હસીન જહાંએ બાદમાં કહ્યું હતું કે, શમીની પાસે બચવા માટે કોઈ રસ્તો નથી. તેણે કહ્યું હતું, 'જો આસારામ અને રામ રહીમ કાયદાથી ન બચી શક્યા તો શમી કોણ છે?' હસીને કહ્યું, 'હું છેલ્લા દોઢ વર્ષથી લડાઇ લડી રહી છું. હું આશા ખોઈ રહી હતી, હું આર્થિક રીતે પણ મજબૂત નથી અને ન મને કોઈનું સમર્થન હાસિલ છે. હું ઘણી મહેનત કરી રહી છું પરંતુ મને કોઈ આશા દેખાતી નથી અને હું હાર માની રહી હતી. તેણે કહ્યું, એવું લાગી રહ્યું હતું કે આ મામલો દબાય ગયો, પરંતુ અલ્લાહનો આભાર કે સત્યનો વિજય થયો. મેં જેટલા પણ આરોપ શમી પર લગાવ્યા તે બધા સાચા સાબિત થયા. ન્યાયતંત્ર બધા માટે એક છે.'