Mohammed Shami India vs New Zealand:  ન્યુઝીલેન્ડ સામે રમાયેલી બીજી વનડેમાં ટીમ ઈન્ડિયાની જીતનો સૌથી મોટો હીરો અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમી રહ્યો હતો. આ મેચમાં 6 ઓવર બોલિંગ કરીને 3.00ની ઈકોનોમી સાથે 18 રન આપ્યા અને 3 ખેલાડીઓને પેવેલિયન ભેગા કર્યા હતા. શમીને આ શાનદાર રમત માટે મેન ઓફ ધ મેચ (MOM) એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. મોહમ્મદ શમીએ આ મેચ-વિનિંગ પ્રદર્શન વિશે એક મોટું નિવેદન આપ્યું છે. જે ઘણી ચર્ચાઓમાં છે. તેમણે એક એવા બોલરનું નામ આપ્યું છે જે આવનારા સમયમાં વિશ્વ ક્રિકેટ પર રાજ કરી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધમાલગલીની ધમાલ! આજે પણ અહીં રમાય છે આંધળોપાટો, કોથળા દોડ, ધમાલિયો ધોકો....


દુનિયા પર રાજ કરશે આ ઘાતક ઝડપી બોલર 
અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનું માનવું છે કે ઉમરાન મલિકનું ભવિષ્ય ઉજ્જવળ છે, કારણ કે તેની પાસે ઝડપ છે. જો આ યુવા ઝડપી બોલર પોતાની લાઇન અને લેન્થ પર કામ કરે તો તે દુનિયા પર રાજ કરી શકે છે. જમ્મુ-કાશ્મીરના ફાસ્ટ બોલર ઉમરાને પોતાની ગતિથી પ્રભાવિત કર્યા છે. તે 150 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરે છે પરંતુ હાલ તે લાઇન અને લેન્થ મેળવવા માટે ઝઝૂમી રહ્યો છે.


યુવતીનું ગળું કાપી બાથરૂમમાં પૂરી યુવક ફરાર, પાડોશીઓ દોડીને આવ્યા ત્યારે તો...


મોહમ્મદ શમીએ આ મોટું નિવેદન આપ્યું છે
મેચ બાદ ઉમરાન સાથે વાત કરતા મોહમ્મદ શમીએ કહ્યું, 'હું તમને એક જ સલાહ આપવા માંગુ છું. મને નથી લાગતું કે તમારી પાસે જે ગતિ છે તેની સામે રમવું સરળ છે. આપણે ફક્ત લાઇન અને લેન્થ પર થોડું કામ કરવાની જરૂર છે. જો આપણે તેના પર નિયંત્રિત કરી શકીએ, તો આપણે વિશ્વ પર રાજ કરી શકીએ એમ છીએ. આ બંને ફાસ્ટ બોલરો વચ્ચેની વાતચીતનો વીડિયો BCCI.TV પર પોસ્ટ કરવામાં આવ્યો છે. શમીએ કહ્યું, 'તમારામાં પાસે ઘણી તાકાત છે અને તમારું ભવિષ્ય ઉજ્જવળ છે. ભવિષ્ય માટે શુભકામનાઓ. આશા છે કે તમે તમારું સારું પ્રદર્શન ચાલુ રાખશો.


બાપ રે...કોંગ્રેસના આ 'વ્યાજખોર' નેતાએ 3.78 કરોડ સામે 9.95 કરોડ વસૂલ્યાનો આરોપ


ઉમરાન મલિકે પૂછ્યો આ ખાસ સવાલ
ઉમરાને શમીને પૂછ્યું કે તે દરેક મેચમાં આટલો શાંત અને ખુશ કેવી રીતે રહે છે, તેમણે કહ્યું, 'જ્યારે તમે દેશ માટે રમી રહ્યા હોવ, ત્યારે તમારે તમારા પર દબાણ ન રાખવું જોઈએ. તમારે તમારી કુશળતામાં વિશ્વાસ હોવો જોઈએ. શમીએ કહ્યું, 'જ્યારે તમે શાંત રહો છો અને તમારી કુશળતામાં વિશ્વાસ રાખો છો, તો તમારી પાસે તમારી વ્યૂહરચના અનુસાર આગળ વધવાની સારી તક છે. તમારી સ્મિત ચાલુ રાખો કારણ કે આ મર્યાદિત ઓવરોની ક્રિકેટ છે જેમાં કોઈને પણ પછાડી શકાય છે. પરંતુ પોતાના પર વિશ્વાસ રાખો અને પીચ પર ધ્યાન આપો અને તે મુજબ બોલિંગ કરો.